Abtak Media Google News

સંસ્કૃતના તેજસ્વી છાત્રોને પારિતોષિક અપાયા

ભુજ ખાતે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૩ મી જન્મ જયંતી જ્યુબિલી ગ્રાઉન્ડ ની પાસે આવેલી પ્રતિમા પાસે ભુજ નગરપાલિકા અને  સત્યમ સંસ્થા અને પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક સમિતિ તેમજ ભુજ ભાનુશાલી મહાજન તેમજ  અન્ય સંસ્થાના ઉપક્રમે વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તકે રંક પરિવારના બાળકોને અલ્પાહાર પણ કરાવવામાં આવ્યો હતો ઉપરાંત.  સંસ્કૃતમાં નવ જેટલા પાસ થનાર વિદ્યાર્થીઓને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા આજે ભુજ ખાતે જુબેલી ગ્રાઉન્ડ ખાતે આવેલી પ્રતિમા ને ભુજ નગરપાલિકા દ્વારા ભુજ વિભાગના ધારાસભ્ય નીમાબેન આચાર્ય નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી કારોબારી ચેરમેન ભરત રાણા સેનિટેશન ચેરમેન અશોક પટેલ સહદેવશિંહ જાડેજા તેમજ સુશીલાબેન આચાર્ય  કાસમ કુંભાર મહિલા મોરચાના મંદાબહેન પટણી હસ્મિતાબેન ગોર મીનાબેન બોરીચા તેમજ નીતાબેન હાજર રહીને અંજલી અર્પણ કરી હતી જ્યારે ભાનુશાલી મહાજન અને સ્મારક સમિતિ ભુજ ભાનુશાલી મહાજનના પ્રમુખ શંભુભાઈ નંદા પ્રમુખ ભુજ ભાનુશાલી મહાજન અને મહામંત્રી લખમશીભાઇ ભદ્રા ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય શેક્ષિક મહાસંગ ખેતશી ભાઈ ગજેરા તેમજ  ભાનુશાલી મહાજનના ટ્રસ્ટી પ્રવીણભાઈ ધામા કુમાર છાત્રાલય ગૃહપતિ અર્જુનભાઈ નંદા તેમજ જાણીતા સાહિત્યકાર લેખક ધનજીભાઈ ગજરા ઉપરાંત સત્યમ સંસ્થાના દર્શક અંતાણી મધુભાઈ ત્રિપાઠી તેમજ સંસ્કૃત પાઠશાળા વતી વિભાકર અંતાણી ઉપસ્થિત રહ્યા કચ્છ ઇતિહાસ પરિસદના સંભુભાઈ જોશી વગેરે હારા રોપણ કર્યું હતું દરમિયાન સત્યમ સંસ્થાના ઉપક્રમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં માઈક્રો સિસ્ટમના વાહન સાથે ગરીબ પરિવારોના બાળકોને અલ્પાહાર કરાવાયો હતો તેમાટે ભુજ ભાનુશાલી મહાજનનો સહયોગ મળ્યો હતો જ્યારે કાર્યક્ર્મ માટે વાહન વ્યવસ્થા ભુજ નગર સેવા સદન ના પૂર્વ નગર સેવક અને કો ઓ બેન્કના એમડી ધીરેન ભાઈ ઠકકર તેમજ વિનોદભાઈ સલોનએ કરી આપી હતી સાથે કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આજના દિને નાગરિકોને માસ્ક પણ આપવામાં આવ્યા હતા લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ના હેમેન્દ્ર  જણસારી રીંકુબેન જણસારી હર્ષાબેન સુથાર જયશ્રીબેન ત્રિપાઠી નર્મદાબેન ગામોટ વિગેરે પણ સેવા કાર્યો માં જોડાયા હતા જુબેલી ગ્રાઉન્ડ ખાતે આગેવાનોએ શ્યામજી કૃષ્ણ વર્મા ના જીવનમાંથી  પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.