Abtak Media Google News

અર્થશાસ્ત્રના ૨૦૨૦ના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. ઓક્શન એટલે કે હરાજીના સિદ્ધાંત અને તેમાં રોકાણ માટેના નવા ફોર્મેટ વિકસાવવા બદલ પૉલ આર. મિલગ્રોમ અને રોબર્ટ બી. વિલ્સનને આ અર્થશાસ્ત્ર ક્ષેત્રેનો નોબલ પુરસ્કાર એનાયત થયો છે.

તકનીકી રૂપથી, આ એવોર્ડને સ્વીરિજેજ રિક્સબેંક પ્રાઇઝ ઈન ઇકોનોમિક સાયન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એવોર્ડની સ્થાપના 1969 માં કરવામાં આવી હતી અને ત્યારથીે અત્યાર સુધીમાં 51 વખત આપવામાં આવી ચૂક્યો છે જેને નોબેલ પારિતોષિકમાંનું એક માનવામાં આવે છે.

વર્ષ ૨૦૧૯નો આ એવોર્ડ એમઆઈટી સંશોધકોને અપાયો હતો.

ગત વર્ષે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના બે સંશોધનકારો અને હાર્વર્ડ યુનિવર્સિટીના એક સંશોધનકર્તાને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને વૈશ્વિક ગરીબી નિવારણ તરફના સંશોધન માટે આ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.
આ પ્રતિષ્ઠિત એવોર્ડ હેઠળ એક કરોડ ક્રોના (આશરે 1.1 મિલિયન યુએસ ડોલર) ની રકમ પણ આપવામાં આવે છે.

નોબેલ પુરસ્કારોની શરૂઆત

પ્રથમ નોબેલ પારિતોષિકની વર્ષ 1901માં શરૂઆત થઈ હતી. જેમા ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ચિકિત્સા, સાહિત્ય અને શાંતિ ક્ષેત્રોમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આલ્ફ્રેડ નોબેલની યાદમા આ એવોર્ડ અપાય છે. એવોર્ડની શરૂઆત નોબલની પાંચમી પુણ્યતિથિ થી થઈ હતી. નોબેલ કે જેઓ રસાયણશાસ્ત્રના એક મહાન વૈજ્ઞાનિક છે.તેમનો જન્મ 1833 માં સ્ટોકહોમમાં થયો હતો. તેમના પિતા યુદ્ધના શસ્ત્રો બનાવતા હતા. વર્ષ 1867 માં, નોબેલે અત્યંત વિસ્ફોટક ડાયનામાઇટની શોધ કરી.
જેને યુધ્ધક્ષેત્રમાં ભારે તબાહી સર્જેલી. પરંતુ વાસ્તવમાં નોબેલ શાંતિના અનુયાયી હતા. તેમના જીવનના અંતિમ દિવસોમાં, તેમને પોતાના આ આવિશ્કારને લીધે પસ્તાવો થયો . આના પરિણામે, પ્રાયશ્ચિત કરવાના હેતુસર તેમણે નોબલ પુરસ્કારોની વ્યવસ્થા કરી અને પોતાના વસિયતનામામાં લખ્યું કે તેમની મોટાભાગની સંપત્તિ એવા લોકોને આપવામાં આવશે કે જેમણે માનવજાતના કલ્યાણ માટે ઉત્તમ કાર્ય કર્યુ હોય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.