Abtak Media Google News

ગુજરાત રાજય શિક્ષણ બોર્ડના પેપર, પરિણામોની સાચવણી માટેના ર૪ કરોડના સ્ટ્રોગરૂમનો શિક્ષા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે શિલાયાન્સ

પ્રશ્ર્નપત્રો, પરિણામ અને ડેટા એન્ટ્રીથી માંડી પ્રોસેસિંગ સહિતની તમામ કામગીરી માટે બોર્ડે અત્યાર સુધી સ્કુલની બિલ્ડીંગોને ભાડે રાખવી પડતી હતી

ગુજરાત રાજય શિક્ષણ બોર્ડની પરિક્ષાઓના પેપર અને તેના પરિણામોની સાચવણી માટે ગાંધીનગર ખાતે સ્ટ્રોંગ રૂમ બિલ્ડીંગનું નિર્માણ થવાનું છે. આશરે ચોવિસ કરોડના ખર્ચે તૈયાર થનાર આ બિલ્ડીંગનું કામનો શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજરોજ શિલાયાન્સ કરાવ્યો હતો. અ તકે સ્થાનીક હોદેદારો અને અગ્રણીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

Advertisement

ઉલ્લેખનીય છે કે ગુજરાત શિક્ષણ બોર્ડ માટેના આ પેપર, રીઝલ્ટની બિલ્ડીંગ નિર્માણના કામ બે વર્ષ પહેલા બજેટમાં મંજુર કરવામાં આવ્યા હતા. જે હવે, આજે અમલી બનતા આ કામની શરુઆત શિક્ષણ મંત્રીએ કરાવી હતી. ગુજરાત શિક્ષણ બોર્ડની સ્થાપના થઇ અને બોર્ડે પરીક્ષા લેવાનું શરુ કર્યુ. ત્યારથી  અત્યાર સુધી એટલે કે ૬૦ વર્ષના ગાળામાં બોર્ડ પાસે પોતાનું સ્ટ્રોંગરૂમ બિલ્ડીંગ ન હતું. પ્રથમવાર પેપર, માર્કશીટથી માંડી રીઝલ્ટ પ્રોસેસિંગ માટેનું આ બીલ્ડીંગ તૈયાર થશે.

ઉલ્લેખનીય છે કે , અત્યાર સુધી બોર્ડની કામગીરી માટે સરકાર સ્કુલોને ભાડે રાખતી હતી. ધોરણ ૧૦-૧ર અને ગુજકેટ સહિતની લાખો વિઘાર્થીઓની પરિક્ષાઓના પ્રશ્ર્નોપત્રો, પરિણામો તેમજ તેની ડેટાએન્ટ્રી વગેરેની બધી પ્રક્રિયા માટે ભાડે પટ્ટેથી કામગીરી ચલાવી પડતી હતી પરંતુ હવે આગામી ટુંક સમયમાં બોર્ડનું પોતાનું બીલ્ડીંગ ઉભુ થતા કામગીરીની આડે આવતી મુશ્કેલીઓનો અંત આવશે. તેમ ભાડાપટ્ટામાં દર વર્ષે ખર્ચાતા રૂપિયા એક કરોડની બચત થશે.

ગાંધીનગર ખાતે આવેલી હાલની કચેરી નજીકની જ એક સ્કુલમાં ૯૮૨૫ ચોરસ મીટરની જગ્યામાં ર૪ કરોડના ખર્ચે

આ બીલ્ડીંગ ઉભુ થશે જે આગામી દોઢથી બે વર્ષમાં તૈયાર થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.