Abtak Media Google News

પાસામાં થયેલા સુધારા અંતર્ગત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સૌ પ્રથમ વખત છેડતીના ગુનામાં પાસાની કરી કડક કાર્યવાહી

અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે પાસાની જોગવાયમાં કરેલા સુધારા અંતર્ગત છેડતીના ગુનામાં ઝડપાયેલા બે શખ્સોની પાસા હેઠળ અટકાયત કરી સૌ પ્રથમ વખત જેલ હવાલે કરવા પોલીસ કમિશન મનોજ અગ્રવાલે વોરન્ટ ઇસ્યુ કરતા બંને શખ્સોના પાસાના વોરન્ટની યુનિર્વસિટી પોલીસે બજવણી કરી ભૂજ અને અમદાવાદ જેલ હવાલે કર્યા છે.

કાલાવડ રોડ પર આવેલા વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા અનમોલ રમેશ વાળા, અલ્પેશ રમેશ મારૂ, મોટા મવા સ્મશાન સામે નવદુર્ગાપરાના કાળુ ઉર્ફે ચિરાગ વિનોદ મકવાણા અને નાના મવા મેઇન રોડ પર હરીદ્વાર હાઇટની સામે આશાપુરા પાન પાસે રહેતા મનોજ સામંત માવલા નામના શખ્સોએ ક્રિસ્ટલ મોલમાં યુવતીઓની છેડતી કરતા હોવાની ઉઠેલી ફરિયાદના આધારે યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. આર.એસ.ઠાકર, .એસ.આઇ.એ.બી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ મિયાત્રા અને હરપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે ચારેય શખ્સોની સામે છેડતીના ગુનામાં ધરપકડ કરી આકરી કાર્યવાહી કરી હતી.

છેડતી, જુગાર, વ્યાજના ધંધાર્થી અને વ્હાઇટ કોલર ગુનેગારોને પણ દારૂ અને માથાભારે શખ્સોની જેમ પાસા હેઠળ અટકાયત કરવા સરકાર દ્વારા કરેલા સુધારા બાદ રાજકોટમાં સૌ પ્રથમ વખત છેડતીના ગુનામાં ઝડપાયેલા અનમોલ વાળા અને કાળુ ઉર્ફે ચિરાગ મકવાણાની પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસાનું વોરન્ટ ઇસ્યુ કરતા બંને શખ્સોના પાસાના વોરન્ટની બજવણી કરી અનમોલ વાળાને ભૂજ અને ચિરાગ મકવાણાને અમદાવાદ જેલ હવાલે કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.