Abtak Media Google News

૧૧-૧૨ ઓગષ્ટે અડધી રાત્રે એક રહસ્યમયી ઘટના બનવા જઇ રહી છે.

એસ્ટ્રોનમી ફિઝિક્સ ડોટ કોમની એક વાયરલ સ્ટોરી અનુસાર, આ વર્ષે થનારી ઉલ્કા વર્ષે ઇતિહાસની સૌથી વધારે ચમકીલી અને પ્રકાશિત કરનારી વર્ષા હશે. તેમજ નાસા રિપોર્ટ પ્રમાણે ૧૧-૧૨ના મધ્યરાત્રિએ ૨૦૦ જેટલા ઉલ્કાપિંડ પડી શકે છે અને ઉતરી ગોળાર્થમાં તેને સારી રીતે જોઇ શકાશો.

– જો કે આ આવી ઘટના દર વર્ષે જુલાઇથી ઓગષ્ટની વચ્ચે થતી હોય છે અને આ વખતે ઉલ્કાપિંડ વધારે પ્રમાણમાં જોવા મળશે. જેથી કહેવામાં આવી રહ્યુ છે કે ૧૧-૧૨ ઓગષ્ટની રાતે આકાશમાં અંધારુ નહી અજવાળુ જોવા મળશે.

– સામાન્ય રીત આપણે તેને ‘ખરતા તારા’ તરીકે ઓળખીએ છીએ પરંતુ તેને અસલમાં ‘ઉલ્કા’ કહેવામાં આવે છે. તેનો જ અંશ વાયુમંડળમાંથી બચીને પૃથ્વી સુધી પહોંચે છે તેને ઉલ્કાપિંડ કહેવામાં આવે છે જે જમીન સુધી પહોંચતા પહેલા જ તે સળગી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.