– નાના કુમળા બાળકોએ ભગવાનનું સ્વ‚પ હોય છે તેને ઘરમાં ખુબ લાડકોડથી રાખવામાં આવે છે પડ્યો બોલ ઝીલવમાં આવે ત્યારે જે બાળકો સામાજીક અને દુન્વયી પરેશાનીઓથી પર છે તેવા બાળ માનસ સાથે જ્યારે સમાજનાં રાક્ષસીજીવ દુષ્કર્મ કરે છે ત્યારે ખરેખર એવુ જ લાગે છે ઘોર કળિયુગ આવ્યો છે જ્યાં હવસ લોકોના વિચાર પર હાવી થઇ જાય છે. અને સામે રહેલાં કુમળા ફુલ સમાન બાળકને જ જાણે પીંખી નાખે છે હા આવી જ એક કરુણ ઘટના મુંબઇના મલાડમાં આવેલી ICSC બોર્ડ ધરાવતી શાળામાં ઘટી છે અને આ દુષ્કર્મને અંજામ આપ્યો છે શાળાનાં જ એક પટ્ટાવાળાએ જ્યારે વાલીઓને ખબર પડી કે શાળામાં આવતી ૪ વર્ષની બાળકી સાથે આ પ્રકારનું દુષ્કર્મ આચરવામાં આવ્યા છે ત્યારે એ પટ્ટાવાળા વિરૃધ્ધ ગુન્હો દાખલ કરાયા બાદ પોલીસે તેને ઝડપી જેલ હવાલે કર્યો છે. ત્યારે આ રાક્ષસ સમાન પટ્ટાવાળાએ ૪ વર્ષની બાળકી સાથે શાળાનાં વોશ‚મમાં ૧-૪ ઓગષ્ટ દરમિયાન આ ઘટનાને અંજામ આપ્પાનું બહાર આવ્યું હતું અને ૫ ઓગષ્ટે પીડીત બાળકીને માતાએ આ ઘટના વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાથી દરેક માતા-પિતા ચિંતિત બન્યા છે. જો શાળા બાળકની સેફ્ટી ન રાખી શકતી હોય તો વાલીઓ ક્યાં વિશ્ર્વાસે બાળકોને ભણવા માટે શાળાએ મોકલે તેવો પ્રશ્ન દરેકને સતાવે છે.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ