Abtak Media Google News

વધારાના ચાર્જમાંથી પોલીસ કર્મીઓને મુક્ત કરાયા

જિલ્લા પોલીસ તંત્રમાં ૨૫૨ કર્મચારીઓની બદલી

જામનગરના પોલીસતંત્રમાં ફરજ બજાવતા કુલ પૈકીના ૨૫૨ એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ,કોન્સ્ટેબલની સામુહિક બદલીનો ગઈકાલે જિલ્લા પોલીસવડાએ હુકમ કર્યો હતો. જિલ્લાની મહત્વની બ્રાંચ ગણાતી એલસીબી, એસઓજીમાં ગણત્રીના સ્ટાફની બદલી થઈ છે અને નવા સ્ટાફને ઉમેરી એસપીએ બન્ને શાખાના સ્ટાફની સ્ટ્રેન્થ મજબુત બનાવી છે.

જામનગરના પોલીસબેડામાં વર્ષોથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની અરસપરસ બદલી માટે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રને તૈયાર કરેલા લીથોના પ્રથમ ભાગને જાહેર કરી એસપીએ જામનગરના સિટી એ ડિવિઝનથી લઈને જામજોધપુર પોલીસ સ્ટેશન સહિતના સ્ટાફમાંથી ૧૨ પોલીસ કર્મચારીઓની બદલીનો હુકમ કર્યો છે. તે ઉપરાંત અન્ય કેટલાક કર્મચારીઓ જે વધારાના ચાર્જ સંભાળતા હતાં તેઓને પણ ચાર્જમાંથી મુક્તિ આપતો આદેશ કર્યો છે. જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. પંકજ જી.પંડ્યાને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં રાઈટર હેડ તરીકે મુકવામાં આવ્યા છે. જયારે જીતેન્દ્ર સોચા, મુકેશસિંહ રાણાને સિટી બી માં, રામદેવસિંહ જો‚ભાને કાલાવડ શહેરમાં, સંદિપ ચુડાસમાને એસઓજીમાં, સુખદેવસિંહ એમ.જાડેજાને સિટી સી માં, કલ્પેશ ઠાકરીયાને સિટી સી માં, વાય.એમ.વાળાને કાલાવડ શહેરમાં, પ્રવિણ બી. ખોલાને સિટી સી માં, ભરત એન.ડાંગરને એબ્સ્કોન્ડર સ્કવોડમાં, પંકજ વાઘેલાને કાલાવડ ગ્રામ્યમાં, મહેશ આર.ડાંગરને સિટી સી માં, દિલીપ એન.નિનામાને સિક્કા મુકાયા છે. ધર્મેન્દ્ર પી. વઘોરાને ધ્રોલ, શિવભદ્રસિંહ જાડેજાના સિટી બી માં, જે.કે. વજગોળને સિટી સી માં, ક્રિપાલસિંહ પી. સોઢાને જામજોધપુર, એન.કે. છૈયાને કાલાવડ ગ્રામ્ય, બી.કે. પરમારને સિક્કા, જે.કે.જાડેજાને બેડી મરીન, મેરૃનબેન કઠીયાને સિટી સી માં, ઉપાસના વોરાને સિટી સી માં, ધારા ચોટલીયા તથા જશુબેન કુકડીયાને મહિલા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. સિટી બી ડિવિઝનમાં ફરજ બજાવતા ભીખુભા પી. ઝાલાને મેઘપર, વી.પી. સોઢા તથા નિલેશ પંડ્યાને લાલપુર, યુવરાજસિંહ ગોહિલ, રાજદિપસિંહ કે. ઝાલા, અમિત નિમાવતને કાલાવડ ગ્રામ્યમાં, જયપાલસિંહ કે. જાડેજા, જશપાલસિહ ડી.જેઠવાને મેઘપર, રાજેન્દ્ર ચૌધરીને કાલાવડ શહેર, પ્રદિપસિંહ એફ.જાડેજાને સિટી સી માં, હિતેન્દ્રસિહ વી. જાડેજાને કાલાવડ શહેર, સુરજીભાઈ ભગોરાને સિક્કા, જયેશ દલસાણીયાને બેડી મરીન, ધર્મેન્દ્રસિંહ એન.જાડેજા, અમિત ડી.ગઢવીને જામજોધપુર, પ્રદિપસિંહ સોઢાને શેઠવડાળા, દક્ષાબા પી. જાડેજાને સિટી એમાં મુકાયા છે. બાદલ ચોટલીયાને કાલાવડ ગ્રામ્યમાં, શૈલેષ કે. ઠાકરીયાને સિટી એ માં, ધર્મજીતસિંહ એમ.જાડેજાને પણ સિટી એ માં બદલાવવામાં આવ્યા છે. જયારે સિટી સી માંથી પ્રતિપાલસિંહને જામજોધપુર, હિતેશ મકવાણાને લાલપુર, રાજેશ બથવારને ટ્રાફિકમાં મુકવા ઉપરાંત સિટી સી ડિવિઝનના ૨૩ પોલીસ કર્મચારીની જુદાજુદા પોલીસ સ્ટેશનમાં નિયુક્તિ કરવામાં આવી છે.

પંચકોશી એ ડિવિઝનમાં ફરજ બજાવતા અને ડીજીપી ઓફિસમાં નિયુકત રહેલાં શાંતિલાલ નંદાને હેડકવાર્ટરમાં, પંચકોશી બી ના કર્મચારી શોભરાજસિંહ જાડેજાને સિટી બી માં, એચ.પી.પાંડવને સિક્કામાં મુકવા ઉપરાંત પંચકોશી એ તથા બી ના ૧૮ પોલીસ કર્મચારીની બદલી થઈ છે. ધ્રોલના વી.વી.બકુત્રરાને કાલાવડ શહેરમાં મુકવા ઉપરાંત ધ્રોલના ૮ પોલીસ કર્મચારી, જોડિયાના પણ ૮ પોલીસ કર્મચારી, કાલાવડ શહેરના ૪, કાલાવડ ગ્રામ્યના ૧૦ કર્મચારી, મેઘપર પોલીસ સ્ટેશનના માંડણભાઈ વસરાને એલસીબીમાં મુકવામાં આવ્યા છે જયારે અન્ય ૧૫ પોલીસ કર્મચારીઓની પણ જામનગર શહેરમા બદલી કરવામાં આવી છે.

લાલપુરમાં ફરજ બજાવતા કે.એમ.જાડેજા સહિત દસ પોલીસ કર્મચારીની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. જામજોધપુરથી ૧૨ પોલીસકર્મીને જામનગર શહેરમાં મુકાયા છે. શેઠવડાળાથી પાંચ, બેડી મરીનપોલીસ સ્ટેશનના ૩ કર્મચારીની અન્યત્ર બદલી થઈ છે. એલસીબીમાંથી નિર્મળસિંહ બી. જાડેજાને એબ્સ્કોન્ડર સ્કવોર્ડમાં ટ્રાફિક શાખામાંથી ૪ને બદલી આપવામાં આવી છે.

એબ્સ્કોન્ડર સ્કવોડમાંથી હંસરાજભાઈ વૈષ્ણવને સિટી બી માં, એ.એસ.પી.કચેરીમાંથી જયેશદાન ગઢવીને સિટી એ માં, ફીરોઝ ખફીને હેડ કવાર્ટરમાં તથા યોગરાજસિંહ રાણાને સિટી એ માંથી એલસીબીમાં મુકવામાં આવ્યા છે. એસઓજીના દયારામ ત્રિવેદીને એલસીબીમાં, પેરોલફર્લોમાંથી જયદેવસિંહ હમિરજી ઝાલાને જામજોધપુર, એલસીબીના અશોક સોલંકી તથા ખીમાભાઈ ભોચીયાને સિટી એ માં અને લાભુભાઈ ગઢવીને સિટી સી માં મુકવામાં આવ્યા છે.

હાલમાં સિટી બી માં ફરજ બજાવતા સંજયસિંહ વાળા, રઘુવીરસિંહ પરમારને એલસીબીમાં, સિટી સી માંથી નાનજીભાઈ અઘેરા, મેઘપરથી અજયસિંહ ઝાલા, એબ્સ્કોન્ડર સ્કવોર્ડમાંથી ઘનશ્યામ દેલવાડીયા, મયુદીન સૈયદને એસઓજીમાં, હરપાલસિંહ સોઢા, વનરાજ મકવાણા, હરદિપ ધાધલ, ધાનાભાઈ મોરીને પણ એલસીબીમાં મુકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.