Abtak Media Google News

જામનગર શહેરમાં વધુ એક પોલીસકર્મી લાંચ લેતા એસીબીના રંગેહાથ ઝડપાયો છે. દારુના કેસમાં હેરાન પરેશાન નહીં કરવા બદલ 23 હજારની લાંચ માગતા  એસીબીએ છટકું ગોઠવી લાંચિયા પોલીસકર્મીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

દારૂનો કેસ નહી કરવા બુટલેગર પાસેથી રકમ સ્વીકારતા કોન્સ્ટેબલ એસીબીના છટકામાં સપડાયા

જામનગરની ખોડીયાર નગર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કેતનગીરી ગોસ્વામીએ ફરિયાદીનો દારુનો મોટો કેસ નહીં કરવા અને હેરાન પરેશાન નહીં કરવા બદલ 23 હજાર રુપિયાની લાંચની માગણી કરી હતી.લાંચિયા પોલીસકર્મીએ માંગેલી લાંચની રકમ ફરિયાદીએ આપવી ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

એસીબીએ ફરિયાદ બાદ છટકું ગોઠવી કેતનગીરી ગોસ્વામીને 23 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.એસીબીની ટીમ લાંચિયા પોલીસકર્મીને એસીબી પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ એકમના મદદનીશ નિયામક એ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ છટકું ગોઠવ્યું હતું. એસીબીના દરોડોના પગલે લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.