Abtak Media Google News

કુદરતની દેન ગુજરાતને લીલા લેર કરી દેશે

રિન્યુએબલ એનર્જીનાં વિકાસને પ્રોત્સાહન આપી તેને નવી ઉંચાઈ ઉપર લઈ જવાની રાજય સરકારની નેમ: હવે ગુજરાતમાં બનતી તમામ પ્રોડકટની ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે

કુદરતી શક્તિઓ તો અપાર છે પણ તેનો લાભ લેવામાં આપણે ઘણા પાછળ પડ્યા છીએ. પણ હવે ધીમે ધીમે કુદરતની શક્તિઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા તરફ આપણે દોટ મુકી રહ્યાં છીએ. સૂર્ય શક્તિનો ભંડાર છે. તેના થકી મળતી સૌર ઉર્જા આવરનાર દિવસો માટે આશિર્વાદરૂપ બનવાની છે તે નક્કી છે. જેને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે સોલાર પોલીસી ૨૦૨૧ જાહેર કરી છે જે પાંચ વર્ષ અમલમાં રહેશે અને તેનો ભરપુર ફાયદો ઉઠાવી ઉદ્યોગો પોતાની પ્રોડકશન કોસ્ટ નીચી લઈ આવી શકશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં રિન્યુએબલ એનર્જીના વિકાસને પ્રોત્સાહન આપી નવી ઊંચાઈ પર લઈ જવા માટે રાજય સરકારે હકારાત્મક પ્રયાસો કરી અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે જેના પરિણામે ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે.

રાજયમાં સોલાર ઉર્જાનો વ્યાપ વધે અને લોકોને સસ્તી વીજળી ઘર આંગણે મળી રહે એ માટે સોલાર પોલીસી વર્ષ ૨૦૧૫માં કાર્યાન્વિત કરી હતી. આ નીતિને મળેલ અપ્રતિમ પ્રતિસાદને ધ્યાને લઈ રાજ્યમાં સ્વચ્છ, પર્યાવરણલક્ષી અને સાતત્યપૂર્ણ ઊર્જાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર નવી ગુજરાત સોલર પાવર પોલીસી ૨૦૨૧ને અમલમાં મૂકવા જઈ રહી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ નવી સોલાર પોલિસીના પરિણામે રાજ્યમાં સૌર ઊર્જાનો વપરાશ-ઉત્પાદન વધવાથી ઊદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ નીચી જાય અને મેઇડ ઇન ગુજરાત બ્રાન્ડ દુનિયામાં છવાઇ જાય તેવી આપણી નેમ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ નવી પોલિસીનો અભિગમ વધુ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, સૌર ઊર્જા-સોલાર એનર્જીના પરિણામે પરંપરાગત ઊર્જા સ્ત્રોત એવા કોલસા આધારિત વીજ ઉત્પાદન ઘટશે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી  ગ્રીન કલીન એનર્જી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યુ કે, ગુજરાત મોડલ સૌરઊર્જા ઉત્પાદન ક્ષેત્રે પણ મહત્વનું પુરવાર થઈ રહ્યું છે. આ જ અભિગમને રાજય સરકારે આગળ વધારીને ગ્રીન એન્ડ કલીન એનર્જીના નિર્માણ થકી ગુજરાત રાજયને ગ્રીન એનર્જી હબ બનાવવા માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. જેના પરિણામ સ્વરૂપ આ નવી ગુજરાત સોલાર પોલીસી-૨૦૨૧ ની જાહેરાત કરવામાં આવી છે જે આવનાર સમયમાં રિન્યુએબલ ઉર્જામાં દેશને નવો રાહ ચીંધશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે ત્યારે આ નવી પોલીસીમાં પણ રાજ્ય સરકારે ઘણા પ્રોત્સાહનો આપ્યા છે જેના થકી રાજ્યમાં સ્વચ્છ અને પ્રદૂષણરહિત રિન્યુએબલ એનર્જીના વિકાસના તેજસ્વી ભવિષ્યને પ્રોત્સાહન આપવા અને આગળ વધારવામાં પ્રેરક બળ પૂરૂ પાડશે. એટલું જ નહિ, લઘુ-મધ્યમ અને મોટા ઉદ્યોગો સોલાર એનર્જી વપરાશ માટે પ્રોત્સાહિત થવાથી તેમની પ્રોડકશન કોસ્ટ ઘટશે. તેમણે આ પોલીસીની વિગતો આપતા કહ્યુ કે, રાજ્યના લઘુ,  મધ્યમ ઊદ્યોગોની પ્રોડકશન કોસ્ટ સોલાર એનર્જીના વપરાશને કારણે ઘટશે. એટલું જ નહિ, આવા ઊદ્યોગો સહિત રાજ્યના મોટા ઊદ્યોગો પાણ વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટીશનમાં ઊભા રહી શકશે.

હવે રો-મટીરીયલના ભાવ ઘટે એટલે ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ મળે

Img 20201230 Wa0035

નવી સોલાર પોલિસી ઉદ્યોગોને ખૂબ ફાયદો કરાવવાની છે. પ્રોડક્ટની કોસ્ટ નીચી આવે તેમાં મહત્વનો ભાગ ભજવશે. સરકાર તરફથી સોલારની નવી પોલિસી જાહેર કરી ઉદ્યોગોને વૈશ્વિક માર્કેટમાં ટકી રહેવાનું બળ પૂરું પાડવામાં આવ્યું છે. હવે આવનાર સમયમાં રો મટીરીયલના ભાવ જે અસ્થિર છે તેમાં સ્થિરતા લઈ આવવાના રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવે તે જરૂરી છે.

– નરેન્દ્રસિંહ જાડેજા (પ્રમુખ- મેટોડા જીઆઇડીસી)

ઓપન પોલીસી લાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય

1111A

ઓપન પોલિસી લાવનાર ગુજરાત રાજ્ય દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. જૂની પોલિસીમાં ઘણા ચાર્જીસ હતા તે નીકળી ગયા છે. વધુમાં અગાઉ રાજ્ય સરકારે રિસર્ચ કરી કરીને પોલીસીમા ફેરફાર કરવાનું યથાવત રાખ્યું હતું. પણ હવે રિસર્ચ પૂર્ણ કર્યા બાદ નવી પોલિસી બનાવી તેને પાંચ વર્ષ માટે લોક કરી દીધી છે. આ પોલિસી અત્યારની પરફેક્ટ પોલિસી છે.

– હિતેનભાઇ શીંગાળા ( મેગ્લેર ટેકનોલોજી)

  • રાજયમાં કોઈપણ વ્યકિત કે ઉદ્યોગ પોતાની પ્રિમાઈસીસમાં કોઈ પણ પ્રકારની લીમીટ વગર જરૂરીયાત પ્રમાણે સોલાર પ્રોજેકટ સ્થાપી શકશે
  • સોલાર પ્રોજેકટ સ્થાપવા માટે ઉદ્યોગ સેકશન્ડ લોડ કે કોન્ટ્રેકટ ડિમાન્ડના ૫૦ ટકાની હાલની લીમીટ દૂર કરાઈ
  • ગ્રાહકો તેમની છત કે જગ્યા ઉપર સોલાર પ્રોજેકટસ સ્થાપી શકશે, તેમની છત કે જગ્યા જેતે પરિસરમાં વીજ ઉત્પાદન અને વીજ વપરાશ માટે થર્ડ પાર્ટીને લીઝ ઉપર પણ આપી શકશે.
  • વીજ કંપનીઓને પીપીએ માટે આપવાની સીકયોરીટી ડિપોઝીટની રકમ પ્રતિ મેગાવોટ રૂ.૨૫ લાખથી ઘટાડીને રૂ.૫ લાખ પ્રતિ મેગાવોટ કરાઈ
  • નવી સોલાર પાવર પોલીસી પાંચ વર્ષ એટલે કે ૩૧/૧૨/૨૦૨૫ સુધી કાર્યરત રહેશે આ નીતિ હેઠળ સ્થાપિત સોલાર પ્રોજેકટના લાભો ૨૫ વર્ષના પ્રોજેકટ સમયગાળા માટે મેળવી શકાશે.
  • એકથી વધુ ગ્રાહકોનું જુથ પોતાના કેપ્ટિવ વપરાશ માટે સામુહિક મુડીરોકાણથી સોલાર પ્રોજેકટ સ્થાપીને તેમાંથી ઉત્પાદીત થતી વીજળીનો વપરાશ તેમના મૂડી રોકાણનાં પ્રમાણમાં કરી શકશે.

સરકારની સરળ સોલાર પોલીસી આવકારદાયક

Solar 1

નાના તથા મધ્યમ ઉદ્યોગકારોઅને તમામ વર્ગનાં હિતને ધ્યાને લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સોલાર પોલીસી ૨૦૨૧જાહેર કરવામાં આવેલ છે. તેને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ચેમ્બરના પ્રમુખ વીપી વૈશ્ર્નવ પાર્થ ગણાત્રા, નોતમ બારસીયા, કિશોર રવાપરા, ઉત્સવ દોશીએ આવકારી અભીનંદન પાઠવ્યા છે.

આ સોલાર પોલીસી પાંચ વર્ષ માટે તા.૩૧.૧૨.૨૦૨૫ સુધી કાર્યરત રહેશે. જેનાથી નાના અને મધ્યમ ઉદ્યોગકારોને લાભ મળશે. આ પોલીસી અંતર્ગત ૫૦% કેપ્ટીવ બેન્ડ દૂર કરવામાં આવ્યું છે. પ્રોજેકટ ડેવલોપર દ્વારા વિજ કંપનીને ચુકવવાની થતી ડિપોઝીટ ૨૫ લાખને બદલે ૫ લાખ કરી ગમે તેટલી સોલાર એનર્જી કરવાની છૂટ આપી છે જે માત્ર ગુજરાત રાજય સરકાર જ કરી શકે. આમ આપણુ રાજય લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું હબ હોય પ્રતિ યુનિટે ૨ થી ૩ રૂપીયા વિજળી દર નીચી જતા ઉદ્યોગોમાં આશરે ૧૫% જેટલી વિજળી દર નીચી આવશે.

જેથી ગુજરાત બીજા દેશો સામે હરિફાઈ કરી ટકી શકશે અને ગુજરાત રાજય પોલ્યુશન મુકત રાજય પણ બનશે. આમ આ પોલીસી આમપ્રજા વેપારીઓ તથા ઉદ્યોગકારોને ફાયદાકારક નિવડશે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ

સોલાર પાવર પોલિસીથી સૌરાષ્ટ્રના ઉઘોગોનો ખુબ જ વિકાસ થશે

Weqw

રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કરેલી નવી ‘ગુજરાત સોલાર પાવર પોલીસી-૨૦૨૧’ને રાજકોટ જીલ્લા ભાજપના અઘ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઇ ચાવડા,  મનસુખભાઇ રામાણી, મનીષભાઇ  ચાંગેલાએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા. આ આગેવાનોએ જણાવ્યું હતું કે, નવી પાવર પોલીસીથી સૌરાષ્ટ્ર ગુજરાતના ઔઘોગિકોનો ખુબ જ વિકાસ થશે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત પોલીસી ડ્રીવન ગવર્નન્સ થકી ગુજરાત વિકાસના રોલ મોડેલ તરફી પ્રસ્થાપિત થઇ ચુકયું છે. સૌ પ્રથમ સોલારની ઓપન પોલીસીથી ગુજરાતમાં રોકાણકારોનું મોટું પ્લેટફોર્મ બનશે. તેવી પાવર પોલીસીથી પાવર કોસ્ટ ખુબ જ નીચી આવશે. જેને કારણે ઉત્પાદનમાં ખર્ચ ઘટશે. પ્રોડકટ ખુબ જ સસ્તી થશે અને ગુજરાતની પ્રોડકટની માંગ વધતા ગુજરાતનો ખુબ જ વિકાસ થશે

– જીલ્લા ભાજપ (મનસુખભાઈ ખાચરીયા, નાગદાનભાઈ ચાવડા,

મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.