Abtak Media Google News

‘સુરજ’ ફિલ્મના પ્રથમ ગીતે જ ‘શારદા’ને શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ અપાવ્યો

તીતલી ઉડી, ઉડ જો ચલી, ફૂલને કહૉ આજા મેરે પાસ

ગોલ્ડન એરા ગાયિકા શારદાએ લત્તા-આશાના એક ચક્રી યુગમાં પણ શ્રેષ્ઠ ગીતો ગાયા પણ કયારેય તે મુખ્ય ગાયિકા ન બની શકી, અભિનેતા રાજકપૂર અને સંગીતકાર શંકર જયકિશને તેમની ફિલ્મ ગાયન કેરીયરમાં ઘણી મદદ કરી હતી

શારદા રાજન અયંગર યાને…. ફિલ્મ ગાયિકા શારદા જુદા જ અવાજ સાથે ફિલ્મ જગતનાં ૧૯૬૦ થી ૭૦ ના દશકામાં ખુબસુરતને શ્રેષ્ઠ ગીતો આપ્યા હતા. ગોલ્ડન એરા ગાયિકા શારદા કયારેય ફિલ્મ જગતમાં મુખ્ય ગાયિકા તરીકે ઉભરી ન શકયા જો કે તેણે ગાયેલા થોડા ગીતો ખુબ જ પ્રસિઘ્ધી પામ્યા હતા. તેમની કારકીર્દીનું પ્રથમ ગીત ૧૯૬૬માં સુરજ ફિલ્મમાં ‘તીતલી ઉડી’ આજે પણ પ્રખ્યાત છે. આજ ફિલ્મનું રફીએ ગાયેલ, ‘બહારો ફૂલ બરસાવો’પણ હિટ હતું તેથી એક મેલ- સીંગરને એક ફિમેલ સીંગરને એવોર્ડ આપવાની શરુઆત કરવી પડી કારણ કે બન્ને ગીતો હિટ ગયા ને બન્ને વોટીંગ પણ સરખા મળ્યા હતા. ૨૫ ઓકટોબર ૧૯૩૭ ના રોજ તામિલનાડુમાં તેમનો જન્મ થયો હતો આજે ૮૩ વર્ષે પણ સંગીત સાથે એટલો જ લગાવ રાખેલો હતો.

શારદા એક રૂઢીવાદી બ્રાહ્મણ પરિવારમાંથી હતા તેને બચપનથી સંગીતનો શોખ હતો. તેણે પ્રારંભમાં નાની પાર્ટી ગીતોના કાર્યક્રમમાં ગાવાનું શરૂ કર્યુ. રાજકપૂરે તેહરાનમાં એક પ્રાઇવેટ કાર્યક્રમમાં સાંભવ્યાને તેનો અવાજ ગમ્યો તેણે શારદાને વચન આપેલ કે તે તેના બેનરની ફિલ્મમાં જરુર ચાન્સ આપશે. શારદાને ૧૯૬૬માં સુરજ ફિલ્મથી શંકર જયકિશનની જોડીએ ગાવાની તક આપીને પ્રથમ ગીતે જ શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ મળ્યો, આ વર્ષે પછી ૧૯૬૮ થી ૭૧ સતત ચાર વર્ષ તેમના ગીતો નોમીનેશન થયાને બેવાર ફિલ્મ ફેર એવોર્ડ પણ જીત્યા,

શારદાએ ખ્યાતનામ અભિનેત્રી વૈજયંતીમાલા, સાધના, સાયરાબાનુ, હેમામાલિની, શર્મિલા ટાગોર, મુમતાઝ, રેખા અને હેલન જેવી પ્રમુખ અભિનેત્રી માટે પોતાના સ્વરમાં શ્રેષ્ઠ ગીતો ગાયા, તેણે રફી, આશા, કિશોર, યશુદાસ, મુકેશ અને સુમન કલ્યાણપુર જેવા ગાયકો સાથે હિટ યુગલ ગીતો પણ ગાયા જે આજે પણ લોકો યાદ કરે છે. તે ભારતની પ્રથમ મહિલા ગાયિકા હતી કે જેણે ૧૯૭૧માં ‘સીઝલરસ’ નામથી પોપ આલ્બમ એચ.એમ.વી. સાથે બહાર પાડયો હતો. તેનો રૂટીંગ ગાયક કરતાં  જુદો જ અવાજ અને ગઝલ ગાયિકી ટાઇપ હોવાને કારણે ફિલ્મ જગતમાં તેના ગીતો જાુદા તરી આવે છે.

શારદાએ ફિલ્મ ફેર એવોર્ડ ફંકશન, ચેરીટી શો સાથે ઘણા સ્ટેજ શો સમગ્ર ભારતમાં કર્યા, તેના ગીતોએ અનેરો ચાહક વર્ગ ઉભો કર્યો હતો. ગમે ત્યારે તેનું ગીત વાગે તો સંગીત ચાહકો ‘શારદા’નો અવાજ બોલીને સાથે ગીતો ગાવા લાગતા, જયકિશનના અવસાન બાદ સંગીતકાર શંકરે તેમની પાસે ૧૯૮૬ સુધી ગીતો ગવડાવ્યા હતા.

ગાયિકા શારદા ભલે મુખ્ય ગાયિકા ન હતી પણ તેણે એક ચોકકસ વર્ગ પ્રશંસકો અને શુભ ચિંતકો સાથે પ્રસિઘ્ધી મેળવી હતી. તેમણે  તેલુણુ, મરાઠી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ ગીતો ગાયા હતા. ૨૦૦૭ માં મિર્જા ગાયિકાની ગઝલ સંકલનનો આલ્બબ બહાર પાડયો હતો. શબાના આઝમીના વરદ હસ્તે અને ખૈયામ સાહેબની હાજરીમાં કેટલીક ગઝલો રજુ કરીને સૌને રોમાંચિત કર્યા હતા.

63302

૧૯૭૦ પછી તેમણે સંગીત નિર્દેશક તરીકે ઘણી ફિલ્મો કરી જેમાં ‘માઁ-બહેન ઔર બીબી’ (૧૯૭૪) માં રફી સાહેબનાં ગીતને શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ મળ્યો હતો. નવોદિત ગાયિકા તરીકે પ્રથમ ફિલ્મ ગીતમાં જ એવોર્ડ મેળવનાર ‘શારદા’ નું નામ ફિલ્મ જગતમાં સદૈવ અમર રહેશે, ‘સુરજ’ ફિલ્મનું ગીત ‘દેખો મેરા દિલ મચલ ગયા’ ખુબ જ પ્રચલિત થયું કારણ કે તે ગીતનો અવાજ જાુદો  જ સ્પર્શ આપતો અને સિતાર ના ઉપયોગથી ગીતને ચાર ચાંદ લાગી ગયા હતા.

પ્રારંભે તેની પાસે રેડિયો પણ ન હતો તેથી તેના મિત્રોના ઘરે જઇને ગીતો સાંભળીને ઘરે આવીને ગીતો ગાતી હતી. શારદાની આ વાતથી તેમની માતા તેના પ્રથમ સંગીત શિક્ષક બન્યા હતા. પછી તેનો પરિવાર ઇરાન શિફટ થયોને બાદમાં તહેરાન ના એક સંગીત જલ્સામાં તેણે ગાવાની તક મળી જયાં રાજકપૂરે તેને પ્રથમવાર સાંભવ્યા હતા. બાદમાં ભારત આવીને રાજકપૂરના ઘેર જ સંગીત પાર્ટીમાં સુંદર ગીતો રજુ કરીને આર.કે. પરિવારના દિલ જીત્યા હતા.

શારદાની હિટ ફિલ્મોમાં સુરજુ (૧૯૬૬), એ રાઉન્ડ હરે કાંચ કી ચુડિયાયા (૧૯૬૧), એન ઇવનીંગ ઇન પેરીસ (૧૯૬૭), ચંદા ઔર બીજલી (૧૯૬૯), હરે કાંચ કી ચુડિયા (૧૯૬૭), પહેચાન (૧૯૭૦), વચન(૧૯૭૪), એલાન(૧૯૭૧) જેવી વિવિધ ફિલ્મો મોરખે રહી હતી.

શારદાના ફિલ્મી ગીતો

* તીતલી ઉડી… સુરજ

* દેખો મેરા દિલ મચલ ગયા….. સુરજ

* જાને ચમન સોલા બદન….. ગુમનામ

* લે જા…. લેજા,,, લેજા  મેરા દિલ…. એન ઇવનિંગ ઇનપેરીસ

* તુમ પ્યાર સે દેખો….. સપનો કા સૌદાગર

* વો પરી કહાઁ એ લાવુ….. પહચાન

* જબ ભી યે દીલ ઉદાસ  હોતા હૈ….. સીમા

* જાને ભી દે સનમ…… એરાઉન્ડ ધ વર્લ્ડ

* દુનિયા કી સૈર કરલો….. એ રાઉન્ડ ધ વલ્ડ

* તારો સે પ્યારે…… દિવાના

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.