હાલમાં એવી બુલેટ ટ્રેન પહોંચાડશે મુંબઇહાલમાં એવી એક બુલેટ ટ્રેન દોડાવવાનું આયોજન થઇ રહ્યુ છે. જે મુંબઇ અને અમદાવાદનું ૫૦૮ કિલોમીટરનુ અંતર આશરે બે કલાક અને સાત મિનિટમાં જ કાપશે. હવે જો તમારે અમદાવાદ કે વડોદરાથી પ્રવાસ કરવો હશે તો અહીંના રેલ્વે સ્ટેશન પર જ બુલેટ ટ્રેનના પ્લેટફોર્મ બનાવવાની શક્યતા છે.
– જનરલ સેક્રેટરી ડો.એમ રાઘવૈયાજીના મુખ્ય મહેમાન પદે યોજાયેલ ક્ધવેન્શનમાં હાજર રહેલા જનરલ મેનેજર એ.કે. ગુપ્તાએ પત્રકારોની સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે, બુલેટ ટ્રેનના સંદર્ભમા જમીન સં૫ાદન કરવાની કાર્યવાહી એચઆરસીઆઇ કરી રહ્યું છે.
– બુલેટ ટ્રેનના ટ્રેક વર્તમાન રેલ્વે લાઇનની સમાંતરની નહી રહે પરંતુ તેના ‚ટમાં વડોદરા અને અમદાવાદ રેલ્વે સ્ટેશન આવી શકે તેમ છે.
– વડોદરામા હાલના પ્લેટફોર્મ નંબર ૬ પર બુલેટ ટ્રેનનું પ્લેટફોર્મ બની શકે તેમ છે.
– આ ઉપરાંત બુલેટ ટ્રેન કેટલાક સ્થળ પર એલીવેટેડ પણ હશે અને તે કેટલા વિસ્તારમાં ચાલશે તેનો રૂટ પણ એચઆચસીઆઇ નક્કી કરી રહ્યુ છે.