Abtak Media Google News

કોરોના વાઇરસની મહામારીએ સમગ્ર વિશ્વને બાનમાં લીધું હતું. કરોડો લોકોના ભોગ સંક્રમણ લાગ્યા બાદ થયા હતા. કેટલાક દેશોમાં સંક્રમણનો તાગ લગાવવા માટે સંપૂર્ણ સચોટ રિપોર્ટની સુવિધાના હોવાથી પણ અનેકના મોત નિપજ્યા હતા. ભારત જેવા મોટી વસ્તી ધરાવતા દેશમાં તો તમામ લોકોના રિપોર્ટ કરાવવા લગભગ અશક્ય સમાન હતા. આવી સ્થિતિમાં રિપોર્ટ માટે અવનવી ટેક્નિક વિકસાવવામાં આવી હતી. ત્યારે વર્તમાન સમયે એક એવી પદ્ધતિ સામે આવી છે જેમાં ખાસ તાલીમ અપાયેલા શ્વાન દ્વારા કોરોનાનું સંક્રમણ છે કે નહીં? તેનો પત્તો લાગી જશે.

ભારતીય સેનાના શ્વાન પરસેવો અને પેશાબના નમૂનાઓનો સુંધીને કોરોના વાયરસના સંક્રમણની માહિતી આપી દેશે. અત્યાર સુધીમાં લગભગ 4 હજાર સૈન્ય જવાનોના પરીક્ષણો કરવામાં આવ્યા છે, જેમાંથી 22 કોરોના પોઝીટીવ જોવા મળ્યા હતા. આ શ્વાનોનું દિલ્હી અને ચંદીગઢમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આરટીપીસીઆર અને એન્ટિજેનથી કોરોના પરીક્ષણ અત્યાર સુધી કરવામાં આવ્યું હતું પરંતુ આ હેતુ માટે કૂતરાઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ટ્રેઈન કરવા 16 અઠવાડિયાનો સમય લાગ્યો

અત્યાર સુધીમાં 10 કુતરાઓને ટ્રેનિંગ આપવામાં આવી છે. 2 શ્વાન સંપૂર્ણ રીત ટ્રેઈન થઈ સેવા પણ આપી રહ્યા છે. શ્વાનને ટ્રેઈન કરવા માટે 16 અઠવાડિયાનો સમય લાગ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.