Abtak Media Google News

રિલાયન્સ દ્વારા પ્રદુષણનું પ્રમાણ શુન્ય લાવવાની કવાયતના ભાગરૂપે પુન: પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ઉપર પણ ધ્યાન અપાશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રદુષણ ઘટાડવા બાબતે પગલા લેવાઈ રહ્યાં છે. આગામી વર્ષ ૨૦૩૫ સુધીમાં કાર્બનનું ઉત્સર્જન સદંતર બંધ થાય તે માટે રિલાયન્સે પ્રયાસ કર્યા છે. જેના અનુસંધાને આગામી સમયમાં રિલાયન્સ ઓઈલમાંથી નીકળતા પ્રદુષીત તત્ત્વોનું કેમીકલમાં રૂપાંતરીત કરવા ધ્યાન કેન્દ્રીત કરશે. યોજના અંતર્ગત ઓઈલ ટુ કેમિકલ બિઝનેશ માટે પેટા કંપની તરીકે રિલાયન્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (આરઆઈએલ)ને વૈકલ્પીક ઉર્જા ઉપર ધ્યાન કેન્દ્રીત કરાવાશે. લાંબાગાળાની સંપતિના ૪૦ બીલીયન ડોલર (આશરે ૨.૯ લાખ કરોડ) અને ૨ અબજ ડોલર (રૂા.૧૪૫૦૦ કરોડ)ની નેટ વર્કિંગ કેપીટલ ઓઈલ ટુ કેમિકલમાં ઠાલવાશે. આર્થિક રીતે ઘડી કાઢવામાં આવેલો પ્લાન એકંદરે કંપનીની ક્રેડીટ રેટીંગ ઉપર પણ પોઝીટીવ અસર કરશે તેવી શકયતા છે. અગાઉ આ પધ્ધતિને જીઓ પ્લેટફોર્મ માટે પણ ઉપયોગમાં લેવામાં આવી હતી. સાઉદી અરામકો ડીલમાં ઓઈલ ટુ કેમિકલ બિઝનેશનું વેલ્યુએશન ૭૫ બીલીયન ડોલર આંકવામાં આવ્યું હતું. તે સમયે ઈક્વિટીની વેલ્યુ ૪૫ બીલીયન ડોલર હતી. જેમાંથી ૩૦ બીલીયન ડોલરનું દેવું બાદ કરતા અરામકોના માધ્યમથી ૯ બીલીયન ડોલરનો કેસ ફલો મળ્યો હતો. વર્ષ ૨૦૨૦ના ડિસેમ્બર મહિનામાં રિલાયન્સની દેવું રૂા.૨.૬ લાખ કરોડનું હતું. અલબત નાણાકીય વર્ષ ૨૦૨૦માં તે દેવું ૩.૪ લાખ કરોડ સુધી પહોંચ્યું હતું. અલબત ત્યારબાદ રિલાયન્સે તબક્કાવાર પગલા લઈ શુન્ય કરી નાખ્યું હતું.

ઓઈલ ટુ કેમિકલ બિઝનેશમાં આગામી રોકાણ એનર્જી તેમજ વૈશ્ર્વિક કક્ષાએ ઉભી થયેલી માંગ ઉપર રહેશે. સામાન્ય રીતે પુન: પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ઉપર ધ્યાન કેન્દ્રીત થશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. એનર્જી બિઝનેશમાં રિલાયન્સ પુન: પ્રાપ્ય ઉર્જા તરફ વળવા માટે લાંબાગાળાની પ્લાનીંગ બનાવી રહ્યું છે. જેના અનુસંધાને મસમોટુ મુડી રોકાણ કરવામાં આવે તેવી ધારણા છે.  હાલ તો પ્રદુષણ વધે નહીં તેના ભાગરૂપે ઓઈલ ટુ કેમિકલ બિઝનેશ ઉપર ધ્યાન કેન્દ્રીત થઈ રહ્યું છે. ઓઈલના ઉત્પાદનમાં પ્રદુષીત તત્ત્વોને કેમિકલમાં રૂપાંતરીત કરવામાં આવશે. સામાન્ય રીતે રિલાયન્સે તો ઘણા સમયથી નેટ કાર્બન ઝીરોની પોલીસીની અમલવારી કરવાનું નક્કી કર્યું હતું. હવે તેમાં તબક્કાવાર આગળ વધવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.