Abtak Media Google News

સેલ્ફી લેવા પાછળ આજે લોકો પાગલ છે પછી તે કોઈ પણ જનરેશનના હોય હોય. સેલ્ફી લેવી અને સોશિયલ મીડિયા પર અપલોડ કરવી એ 21મી સદીનો ક્રેઝ બની ગયો છે. અત્યારે લોકો સેલ્ફી લેવા માટે જીવનું જોખમ પણ લે છે. સેલ્ફી પાછળ જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ ઓછી નથી! સોશિયલ મીડિયામાં અવારનવાર ફની વીડિયો ક્લિપ વાઇરલ થતી હોય છે. આવી જ એક સેલ્ફી સંબંધિત ‘ફની’ ક્લિપ’સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં એક મહિલા બકરી સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરતી હોય છે. શરૂઆતમાં તે ખૂબ જ સારી રીતે સેલ્ફિ વિડીયો ક્લિક કરતી હોય છે પરંતુ અચાનક મામલો ગંભીર બને છે. આ ક્લિપ જોતી વખતે, ઘણાં લોકો હસતા હોય છે પરંતુ આ વિડિયોથી લોકોને બોધ લેવો જોઈએ.

Advertisement

ઉપરોક્ત વાયરલ ક્લિપમાં એક મહિલા સેલ્ફી લેતી જોવા મળી છે. બકરાને તેનાથી થોડે દૂર બાંધી છે. મહિલા બકરીને સેલ્ફીમાં પણ લેવાનો પ્રયત્ન કરે છે. પરંતુ અચાનક બકરી દોડીને આવે છે અને મહિલાને જોરશોરથી ટક્કર મારે છે, જેના કારણે સ્ત્રીનું સંતુલન બગડે છે.

આ વીડિયો જોઈને આપણે તે મહિલા પાસેથી બોધ લેવો જોઈએ. કોઈ પણ સોશિયલ મીડિયા પાછળ એટલું બધુ પણ પાગલ ન બનવું જોઈએ કે તેનાથી આપણને જ નુકસાન પહોંચે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.