Abtak Media Google News

        રોજના લાખો લોકો મુસાફરી માટે ટ્રેનનો ઉપયોગ કરે છે. ત્યારે એમ કહેવાય છે કે મુસાફરી માટે સૌથી સુરક્ષિત અને અનુકૂળ મુસાફરી ટ્રેન દ્વારાજ થઈ શકે છે, પરંતુ એક જ અઠવાડીયામાં બનેલી ટ્રેનની બે દુર્ધટનાઓથી કદાચ કોઈ યાત્રી ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા બે વાર વિચાર કરશે….આ ઘટના અનુસાર સાત દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશમાં એક ટ્રેન અકસ્માત સર્જાયો હતો ત્યાં પાછો બીજીવાર યુ.પીમાં જ આજમગઢથી દિલ્લી જઇ રહી કૈફિયત એક્સ્પ્રેસ ટ્રેનને અછ્લ્ડા રેલ્વેસ્ટેશન નજીક અકસ્માત નડ્યો હતો જેમાં ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ખડી જતાં 74 લોકો ઘાયલ થયા હતા રાત્રિના 2:40 વાગ્યે અકસ્માત સર્જવા પાછળ રેલ્વે પાટા પર એક ડમ્પર સાથે અથડાઇ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર રેલ્વેના પાટાના કામમાં વપરાતું ડમ્પર પાટા ઉપર પલટી ગયું હતું. અને ડમ્પર ના ડ્રાઇવરે રેલ્વે અધિકારીઓને આ ઘટનાની જાણ નહતી કરી જેનાથી આ મોટી દુર્ઘટના સર્જવા પામી હતી. એક જ અઠવાડિયામાં ટ્રેનની આવી જાનલેવા દુર્ઘટનાઓ પાછળ જવાબદાર કોણ છે. બે જવાબદાર વ્યક્તિઓની નાની ભૂલનું ખુબ જ વિકટ પરિણામ આવે છે જેમાં કેટલાય પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.