Abtak Media Google News

આફ્રિકા સહિત વીસેક દેશોમાંથી 100 જેટલા ડેલીગેટ્સનું આગમન: ઉદ્ઘાટન સમારોહમાં મેયર ડો. પ્રદિવ ડવ, જીટીયુ વાઇસ ચાન્સેલર ડો. નવિનભાઇ શેઠ, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે

છેલ્લા એક વર્ષ થી ચાલતી કોરોના ની અસહ્ય મહામારી માં થી અર્થશાસ્ત્ર ધીરે ધીરે થાળે પડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના કાળ બાદ પ્રથમ એવા ઇન્ટરનેશનલ ટ્રેડ શો( સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ ) દ્વારા આયોજન કરવામાં આવેલ. આ શો આવતીકાલ શુક્રવાર તારીખ 19 થી રવિવાર તારીખ 21 સુધી એનએસઆઇસી ગ્રાઉન્ડ, 80 ફૂટ ના રોડ ઉપર આયોજિત કરવામાં આવેલ છે.

દરેક ઉદ્યોગપતિ, બિઝનેસમેન તથા અન્ય નાગરિકોએ અચૂક મુલાકાત લેવા જેવા આ વ્યાપાર મેળા માં આફ્રિકા ના અલગ અલગ અને અન્ય વીસેક દેશોમાં થી 100 જેટલા ડેલીગેટ્સ આવી રહેલ છે, જેમાં થી કેટલાક તો આવી પહોંચેલ છે.

આવતીકાલે સવારે 10 વાગ્યે ઉદ્ધઘાટન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે. બપોરે 2 વાગ્યે ખુબજ માહિતીપ્રદ કાર્યક્રમ ’ દિખતા હૈ વોહ બિકતા હૈ ’ રાખવામાં આવેલ છે. સાંજે 3:30 થી 6 વાગ્યા સુધી દરેક અલગ અલગ દેશના પ્રતિનિધિઓ દ્વારા પોતાના દેશ વિશે માહિતી આપવામાં આવશે. તમામ કાર્યક્રમ માં પ્રવેશ નિ:શુલ્ક છે. ઉદ્ધઘાટન પ્રસંગ માં રાજકોટ મેયર ડો. પ્રદીપ દાવ, જીટીયુ વાઇસ ચાન્સેલર ડો. નવિનભાઇ શેઠ, પૂર્વ મેયર ડો. જૈમિન ઉપાધ્યાય, બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર પીટર કુક, મડાગાસ્કર એમ્બેસી ના મિસિસ તહિના, જ્યોતિ સીએનસીનાં પરાક્રમસિંહ જાડેજા, આફ્રિકન પ્રોફાઈલ ના ડાયરેક્ટર એક્વિયે નાના કોવ વગેરે હાજર રહેવાના છે. આ પ્રકાર ના આયોજિત થતાં આ એકમાત્ર શો માં ગુજરાતભરના અને બીજા રાજ્ય ના ઉધોગો અને બિઝનેસ દ્વારા વિવિધ  પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.