Abtak Media Google News

કૃત્રિમ ગર્ભ દ્વારા ગર્ભપાત અને ફળદ્રુપ ઇંડા શા માટે રોપવામાં નિષ્ફળ જાય છે એની જાણકારી મળી શકશે

વૈજ્ઞાનિકો દ્વારા 1000 થી વધુ ઉંદર ગર્ભનો ઉછેર કરાયો

વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત કૃત્રિમ ગર્ભાશયમાં ઉદરનો ગર્ભ ઉછેર છે. જેમાં ઉદરનો ગર્ભ સઁપૂર્ણ સામાન્ય લાગતો હતો. તેમના બધા અંગો, રૂધિ રાભિસરણ, નર્વસ સિસ્ટમ્સની સાથે અપેક્ષા મુજબ વિકાસ પામ્યા હતા. તેનું નાનું હ્રદય દર મીનીયે સામાન્ય 170 ધબકારાથી ધબકતું હતું. આ ગર્ભ માતા ઉંદરના ગર્ભમાં નહી.

પરંતુ કૃત્રિમ ગર્ભાશયની અંદર વિકસીત થયું છે ઇઝરાઇલની વિઝનેસ ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ ખાતેના પ્રયોગો દ્વારા સસ્તન પ્રાણીઓનો વિકાસ કેવી રીતે થાય છે. અને જીન પરિવર્તન, પોષક તત્વો અને પર્યાવરણીય પરિસ્થિઓ ગર્ભને કેવી અસર કરી શકે છે એ સમજવવામાં મદદ કરે છે. પરંતુ શું એક િેદવસ બીજા પ્રાણીઓ, મનુષ્યોને પણ જીવંત ગર્ભાશયની બહાર ઉછેર આપવો.

Undar

જોઇએ કે નહીં એ પ્રશ્ર્ન ઉત્પન્ન કરે છે. નેચર  જર્નલમાં પ્રકાશિત થયેલા એક અઘ્યયનમાં ડો. જેકબ હેન્નાએ ગર્ભાવસ્થાના પાંચ દિવસમાં ઉંદરના ગર્ભાશયમાંથી ગર્ભ કાઢી અને કૃત્રિમ ગર્ભાશયમાં તેનું વધુ છ દિવસ વિકાસ કરાયો હતો. તે સમયે ગર્ભ તેમના વિકાસથી લગભગ અડધા રસ્તે હતો. જયારે સઁપૂર્ણ  સગર્ભાવસ્થા લગભગ ર0 દિવસની હોય છે. ડો. હન્ના અને તેના સાથીઓએ આ રીતે 1000 થી વધુ એમ્બ્રોયો ઉગાડયા છે જે ખરેખર એક નોંધ પાત્ર સિઘ્ધિ છે. એવું જીવશાસ્ત્રી પોલ ટીસરે જણાવ્યું.

ડો. હન્નાએ સાત વર્ષ બે ભાગની સિસ્ટમ વિકસાવવામાં વિતાવ્યા હતા. જેમાં ઇનકયુબેટર્સ, પોષક તત્વો અને વેન્ટિલેશન સિસ્ટમ સામેલ છે. ઉંદરના ગર્ભ કાચની શીશીઓમાં ઇન્કયુબેટર્સની અંદર મૂકવામાં આવે છે, જયૉ તેઓ ખાસ પોષક પ્રવાહીમાં તરતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.