Abtak Media Google News

બંને પક્ષે મળી ચાર લોકો ઘાયલ અને સાત મહિલા સહિત 12 શખ્સો સામે નોંધાતો ગુનો

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રાજગઢ ગામે પ્રેમ સંબંધ હોવાના આક્ષેપ સાથે બે પરિવાર વચ્ચે મારામારીમાં ચારથીવધુ લોકોઘવાયા છે. જયારે બંને પક્ષે મળીસાત મહિલા સહિત 12 શખ્સો સામે તાલુકા પોલીસ મથકમાં ગુનોનોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

વધુ વિગત મુજબ વાંકાનેર નજીક રાજગઢ ગામે રહેતા રમેશ ટીડાભાઈ દંતેસરીયાએ દયાબેન જીવર અધેરા, મયા જીવણ અધેરા, રોહીત ભુપત અઘેરા, ચોથા જીવણ અધેરા, શિલ્પા રોહીત અઘેરા, કમીબેન જીવણ અઘેરા, હકુબેન દયા અઘેરા અને આશાબેન ચોથા અઘેરાએ મારમાર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જયારે સામા પક્ષે હકુબેન દયાબેન અઘેરાએ ધર્મેશ ટીડા દંતેસરીયા, લાલજી અભા, મુના ઉર્ફે રમેશ ટીડા, જલ્પા રમેશ અને હિનાબેન રસીક સહિતના શખ્સો ધોકા અને પાઈપ વડે મારમાર્યાની ફરિયાદ નોંધાવી હતી.તાલુકા પોલીસે બંને પક્ષે સાત મહિલા સહિત 12 શખ્સો સામે ગુનો નોંધી પ્રાથમિક તપાસમાં ધર્મેશ ટીડાને હકુબેન દયાભાઈ નામની પરિણીતા સાથે પ્રેબ સંબંધ હોવાનો આક્ષેપ સાથે મારામારી થઈ હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.