Abtak Media Google News

શુકનશાસ્ત્રમાં કુતરાઓનુ એક અલગ મહત્વ આપવામાં આવ્યું છે તેમજ આ શાસ્ત્રમાં કુતરાઓને શુકન રત્ન પણ કહેવામાં આવે છે. શુકન શાસ્ત્ર અનુસાર કુતરાઓની હાવ-ભાવ તથા તેની હરકતોથી સારી અને ખરાબ ઘટનાઓનો અંદાજો લગાવી શકાય છે તો ચાલો જાણીએ તેને જોડતી ભવિષ્યમાં થતી ઘટનાઓ અને તેનાથી લાભ વિશે….

જો સફર દરમિયાન કોઇ વ્યક્તિ કુતરાને રોટલી પુરી કે અન્ય ખાદ્ય પદાર્થ ખાતો જોવા મળે  તો તે વ્યક્તિને ધનલાભ થવાની સંભાવના બની રહે છે..

જો કુતરો અચાનક જમીન પર પોતાનું માથુ રગડોએ તથા આ જ પ્રક્રિયા વારંવાર એ જ સ્થાને કરીને ખાડો બનાવે તો પણ ધન પ્રાપ્ત થવાની સંભાવના બની રહે છે.

જેના ઘરમાં કુતરો લાંબા સમય સુધી આકાશ, ગોબર, માસ તરફ જોવા મળે તો તે મનુષ્યને એક સુંદર સ્ત્રીની પ્રાપ્તિ તથા ધનનો લાભ થવાનો યોગ બની રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.