Abtak Media Google News

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જ્યાં તેમણે હાઇકોર્ટના વિકેન્ડ કર્ફ્યૂના નિર્દેશને લઈને પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, એડવોકેટ જનરલ સાથે ચર્ચા કરીને પ્રજાના હિતમાં નિર્ણય લેવાશે. કોરોનાનો કહેર વધ્યો છે, ગુજરાતમાં પણ સંક્રમણ વધ્યું છે. 4 મહાનગરો અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટમાં ટોટલ કેસના કેસ આ ચાર મહાનગરોમાં જોઇ રહ્યા છીએ. અન્ય જિલ્લાઓમાં પણ કેસ વધ્યા છે.

1 વર્ષથી પ્રજાના સહકારથી કોરોના સામે લડ્યા અને સંઘર્ષ કરતા આવ્યા છીએ. જે રીતે દેશભરમાં કોરોનાનું વાતાવરણ છે. હજુ પણ કેસ વધશે. તેનાથી આપણે ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. હાલ દરરોજ 4 લાખથી વધુનું વેક્સિનેશન કરી રહ્યા છીએ. 70 લાખ લોકોને વેક્સિન આપી ચૂક્યા છીએ. આપણા હાથમાં હથિયાર છે, વેક્સિન છે, લોકો વેક્સિન લગાવે તે જરૂરી છે. તો માસ્ક વ્યવસ્થિત પહેરે છે તેમાં 2 ટકા જ કોરોના થાય છે. તો 98 ટકા લોકો બચી જાય છે. 104 તરફથી વાન પહોંચી ઝશે અને ચેક કરીને ટ્રિટ મેન્ટ શરૂ થઇ જશે. 50 સંજીવની રથ વધારીને 100 સંજીવની રથ થાય તેવી વ્યવસ્થા કરી છે. હોસ્પિટલમાં ઝડપથી બેડ મળી જાય તે માસુરતમાં જે ચર્ચા કરી છે તેમાં 3-4 નિર્ણય કર્યા છે. કે સુરતમાં ખાનગી નર્સિંગો 10-20 બેડ નર્સિંગ ચલાવે છે તેમને પણ કોવિડ કેર ચલાવવાની મંજૂરી આપી છે.ત્યાં આઇસીયૂ ન હોય અને ટ્રિટ મેન્ટ આપે, જેમ કોવિડ રજિસ્ટ્રર હોસ્પિટલ છે ત્યાં બેડ રોકાય નહીં અને ત્યાં અલગ ટ્રિટમેન્ટ થાય એટલા માટે આ છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

હાઇકોર્ટની ચર્ચા થઇ છે, કમલ ત્રિવેદી એડવોકેટ સાથે વાતચીત થઇ છે. આજે રાત્રે વકિલ તરફથી સમગ્ર રિપોર્ટ મળશે. હાઈકોર્ટે જે કહ્યું છે તે સંદર્ભમાં અમને મળશે, અમારો કોર ગ્રુપ ચર્ચા કરશે. કોઇ ડિટેઇલ વધુ નથી મારી પાસે. લોકો ચિંતા ન કરે. સરકારનો સ્પષ્ટ અભિગમ છે, કોરોના સામેના સંઘર્ષમાં કોઇ પીછેહઠ થશે નહીં. લોકોને તકલીફ ન પડે અને કોરોના પણ લોકોને ન થાય તે પણ અમારી જવાબદારી છે. લોકોના હિતમાં અમે નિર્ણય કરીશું. 800 બેડ હોસ્પિટલમાં બેડ વધારીએ છીએ. 300 નવા વેન્ટિલટર મળશે. ખાનગી અને સરકારી હોસ્પિટલમાં અછત ન પડે.સાથે રેમડેસિવીર ઇન્જેક્શન કોવિડનો ઇલાજ કરે છે. તેની માંગ અને સોર્ટેજ છે. તો રાજ્ય સરકારે ગઇકાલે 3 લાખ રેમડેસિવીર ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. ગુજરાતમાં જ કેડિલા ઝાયડસ કંપની બનાવે છે. ત્યાંથી સપ્લાઇ શરૂ થઇ ચૂકી છે. કાલથી નિયમિત મળતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.