Abtak Media Google News

12 એપ્રીલ 1937નાં રોજ પંજાબના શેખપૂરામાં જન્મેલ ગુલશનકુમાર મહેતા ફિલ્મોમાં ગીતો લખવાનું શરૂ કર્યું હતુ ગુલશન બાવરાના નામથી સતત ચાર દાયકા સુધી બોલીવુડ ફિલ્મ જગત સાથે જોડાઈને 300 જેટલા ગીતો લખ્યા હતા. મુખ્યત્વે તેમણે સંગીતકાર આર.ડી.બર્મન અને કલ્યાણજી આણંદજી માટે લખ્યા હતા. તેમણે 1999માં આવેલી નજુલમીથ ફિલ્મ માટે નલેપપ્પિયા ઝપ્પિયાથ જેવું એકમાત્ર અશિષ્ટ લેબલ લાગેલ ગીત લખ્યું કલ્યાણજી વિરજી શાહના સંગીતમાં 1959માં આવેલી ફિલ્મ નચંદ્રસેનાથમાં ગુલશનબાવરાએ મે કયાં જાનૂ કહા લાગે યે સાવન પ્રથમ ગીત લખ્યું જે લતાજીએ ગાયું હતુ હતુ આજ વર્ષે ફિલ્મ નસટાબજારથમાં ગુલશન બાવરાએ નતુમ્હે યાદ હોગા કભી હમ મીલે થેથ જેવા ત્રણ સુંદર હીટ ગીતો લખ્યા 7 ઓગષ્ટ 2009ના રોજ 72 વર્ષે આ ગીતકારનું નિધન થયું હતુ.ભારત-પાકિસ્તાનનાં ભાગલા સમયે પાકિસ્તાનમાં ફાટી નીકળેલા તોફાન સમયે માત્ર 10 વર્ષની ઉંમરે પોતાના ઘરનાં આંગણામાંજ પોતાના પિતા સહિત ઘણા પરિવારના સદસ્યોને પોતાની નજર સામે જ રહેસાતા જોયા. જોકે ઘણી મુશ્કેલ ભર્યા આવા જીવનની વાત પોતાના ગીતોમાં કયારેય ના લાવ્યા. ભાગલા સમયે તમામ સંપત્તિ છોડીને ભારત આવેલા ગુલશન બાવરાએ જયપૂરમાં પોતાના બેનને ત્યાં આશરો લીધો હતો. મોટાભાઈને દિલ્હીમાં નોકરી મળતા ગુલશન બાવરાએ દિલ્હી યુનિવર્સિટીથી સ્નાતકની પદવી મેળવી હતી. કોલેજ જીવનથી કવિતા લખવાના ભારે શોખીન ગુલશન બાવરાને 1955માં રેલવેમાં કલાર્કની નોકરી મળીને મુંબઈ રહેવા આવી ગયા.

ગુલશન બાવરાના જીવનનો આ ટર્નીંગ પોઈન્ટ હતો નોકરી કરતા કરતા તે સંગીતકારોને મળતા જેમાં સંગીતકાર કલ્યાણજી વિરજી શાહે 1959માં ફિલ્મ ચંદ્રસેના માટે એક ગીત લખાવ્યં જે સદંતર કેઈલ ગયું. બોલીવુડના આ એક જ ગીતકાર હતા. જે પોતાના ગીતો અગાઉથી લખી રાખતા ને ફિલ્મની સ્ટોરી વાંચીને જે ગીત ફિટ બેસે તે ગીતો સંગીતકાર ને આપીદેતા તેઓ એક સાથે બેજ ફિલ્મોનું કામ લેતા હોવાથી મર્યાદિત ફિલ્મોમાં ગીતો લખ્યા હતા. તેમના લખેલા ગીતોનાં શબ્દોમાં કોઈને ફેરફાર કરવા દેતા નહી જે એમની આદત હતી. ગુલશન બાવરાના લગભગ બધા ગીતો લોકોને આખા મોઢે આવડતા તેવા સુંદર શબ્દો હતા.

D38A0Ezuuaeqtww
તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાં ઉપકાર, ઝંજીર, કસ્મેવાદે, વિશ્વાશ, પરિવાર, પવિત્ર પાપી, પૂર્ણિમા, સતે પે સતા, અગર તુમ ના હોતે જાને અન્નજાને, જંગલમે મંગલ, સટ્ટા બજાર, અને યે વાદા રહા જેવીનો સમાવેશ થાય છે. જેમાં ઉપકાર અને ઝંજીર ફિલ્મના ગીતો માટે તેમને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા હતા. તેઓ ગીતકારની સાથે અભિનેતા પણ હતા. ઘણી ફિલ્મોમાં તેમણે અભિનય પણ કર્યો હતો. ઝંજીર ફિલ્મમાં નદિવાને હે દિવાનો કોથ જેવું સુંદર ગીત તેમના ઉપર ફિલ્માંકન થયેલું હતુ.

તેમના ગીતો 1973માં બિનાકાગીતમાલામાં વાર્ષિક સુચિમાં પ્રથમ સ્થાને હતા. તેમના ગીતોને લતા હેમંતકુમાર, રફી કિશોર કુમાર, મન્નાડે, મહેન્દ્રકપુર, મુકેશ જેવા હીટ ગાયક કલાકારોએ ગાયા હતા. તેની છેલ્લી હીટ ફિલ્મ હકિકત (1995) હતી. તેમના પત્નીનું નામ અંજુ મહેતા હતું. તેઓ નિસંતાન હતા. મસ્ત ફકીર જેવા આ ગીતકારના મુત્યું બાદ તેમની ઇચ્છા પ્રમાણે ચક્ષુદાન અને પાર્થિવ શરીરનું દાન મુંબઇની જે.જે. હોસ્પિટલમાં દેહદાન કર્યુ હતું.બોલી વુડ જગતના ગીતકારોમાં તે ‘ડોનબ્રેડમેન’ હતા, કારણ કે 1960 અને 1970ના દશકા શ્રેષ્ઠત્તમ ગીતો તેમણે લખ્યા હતા. તે એક સારા કોમેડિયન અને મિમિકી આર્ટિસ્ટ હતા. તે ઓજમાં જતાં ત્યાં ખુશીનો માહોલ છવાઇ જતો હતો. તેઓ જીવનમાં એક લાઇન ‘ઇસ ગુલશન કો ઉજ ડે હુએ જમાના બીત ગયા’ વારંવાર બોલતા હતા. આજે ગુલશન ઉજડી ગયો છે પણ ભારતીય ફિલ્મ જગતને ફૂલોને બદલે આપેલા અમુલ્ય ગીતોની રચનાઓ સદૈવ યાદ રહેશે. તેમના ગીતના શબ્દો આદિકાળ સુધીમાં ફિલ્મ જગતને યાદ રહેશે. રેલ્વેની સરકારી નોકરી છોડીને ગીતકાર બનેલા ગુલશન બાવરા રંગેબેરંગી કપડાના ભારે શોખીન હતા. તેની કલમ માંથી લગભગ દરેક અવસરના ગીતો જોવા મળે છે. નાનપણમાં માતા સાથે ભાજ કિર્તન ગાવા જવાને કારણે તેના મનમાં ભાવ ભર્યા ગીતો પ્રગટ થયા હતા. ઉપકાર ફિલ્મોના ગીતો લખ્યા બાદ તેની કલમની બોલીવુડમાં ભારે ચર્ચા થઇ હતી. ગુલશન બાવરાને ગીતકાર સાહિર લુધિયાનવી મજરૂહ સુલ્તાનપૂરી આનંદબક્ષી સાથે બહું સારા સંબંધો હતા. તેમના જીવનમાં ફિલ્મ ‘સટ્ટા બાઝાર’ એક સફળ બ્રેક બની હતી. તેમના ટોપટેન ગીતોમાં તુમે યાદ હોગા, મેરે દેશ કી ધરતી, યારી હે ઇમાન મેરા, કસમે વાદે નિભાયેગે વાદા કરેલ સાજના, પીને વાલો કો પીને કા બહાના, તેરી દુનિયાસે હોકે મજબુર, હમસફર મેરે હમસફર, ખુલ્લામ ખુલ્લા પ્યાર કરેગે, કસ્મે વાદે પ્યાર વફાસબ જેવાનો સમાવેશ થાય છે. તેમણે નવાયુગના કલાકારોના કંઠે પણ પોતાના સુંદર શબ્દો થકી ગીતો હોટ કર્યા જેમાં કુમાર શાનુ, અલ્કાયાજ્ઞિક, અમિત કુમાર, કિશોરકુમાર, આશાભોંશલે, સુરેશ વાડકર કે વગેરે ગાયકો સાથે કામ કરેલ હતું. તેમના યુગલ ગીતો આજે પણ યુવા વર્ગને રોમાંચિત તેનો શબ્દો દ્વારા કરી દે છે.

ગુલશન કુમાર મહેતાને તેનું નામ શાંતિભાઇ દવેએ આપ્યું હતું ‘બાવરા’ કારણ કે તે માત્ર 19 વર્ષની વયે ફિલ્મી ગીત લખવા આવેલો તેથી તેમણે ગુલશન બાવરા નામ આપ્યું. તેમના ગીતોમાં પ્રેમ દેશભકિત ખુશી, વિશ્ર્વાસ, જીવન, મિલન, મિત્રતા, દુ:ખ ગમ અને કુદરતના નજારાની સુંદર શબ્દોની વાત આવતી હતી. યુવા વર્ગ માટે તેમણે લખેલા રોમેન્ટીક ગીતો આજે પણ સદા બહાર છે. અને છેલ્લા તેના ફિલ્મ ‘લા બંગલા’ ગીતના શબ્દો ‘હસીના વાદિયોં’… ફિજાઓ સે કહદો હવાઓંએ કહદો, મેરા યાર મેરા પ્લાસ લે કે આયા હે…

ગીતકાર ગુલશન બાવરાના હિટ ગીતો

તુમ્હે યાદ હોગા કભી હમ મીલે થે- સટ્ટાબાઝાર

મેરે દેશ કી ધરતી સોના ઉગલે-ઉપકાર

કસ્મે વાદે પ્યાર વફા સબ-ઉપકાર

ચાંદી કી દીવાર ન તોડી- વિશ્વાશ

વાદા કરલે સાજના- હાથ કી સફાઇ

સપના મેરા ટુટ ગયા- ખેલખેલ મૈં

તુમકો મેરે દિલને પુકારા હે- રફુચકકર

યારી હૈ ઇમાન મેરા-ઝંજીર

યે મૌસમ રંગીન સમા- મોર્ડન ગર્લ

હમને જો દેખે સપને- પરિવાર

હમે ઔર જીનેકી ચાહત ન હોતી- અગર તુમના હોતે

ચાંદ કો કયા માલુમ- લાલ બંગલા

મુજે મિલ ગઇ હે મોહબ્બત કી મંજિલ- ફસ્ટલવ

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.