Abtak Media Google News

કોરોના મહામારી અંગે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આંકડાઓ સાચા બતાવવામાં પોઝિટિવિટી દાખવવાનો નિર્દેશ આપ્યો છે. પ્રમાણિક અને પારદર્શક આંકડા જાહેર કરવામાં આવે તેવું કહ્યું છે. હાઇકોર્ટે આજે સરકાર ઝાટકણી કાઢી હતી. મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ ભાર્ગવ કારિયાની ખંડપીઠ દ્વારા સરકારને કેટલાક નિર્દેશ કરવામાં આવ્યા હતા. કોરોના ટેસ્ટ બાદ જાહેર કરવામાં આવતા પોઝિટિવ આંકડા વધુ એક્યુરેટ ન હોવાનું જણાવાયું હતું. સરકાર ટેસ્ટ ના વાસ્તવિક આંકડા જાહેર કરે એવું કોર્ટનું કહેવું હતું.

રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર અતિ ખતરનાક સાબિત થઈ રહી છે કેસ વધતા મૃત્યુદર પણ વધી રહ્યો છે ત્યારે આ પરિસ્થિતિમાં સાચા અને પારદર્શી આંકડા જાહેર કરવા ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ જારી કર્યા છે. હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું કે ગભરાહટનું કારણ આપી સાચા આંકડા છુપાવવાએ કોઈ સમજદારી નથી. આથી સરકારે લોકોમાં વિશ્વાસ બેસે અને કોરોનાનું સાચું ચિત્ર સ્પષ્ટ થાય એ રીતે હકીકત રજુ કરવી જોઈએ. હાઇકોર્ટ આ માટે એક વેબ પોર્ટલ પણ બનાવવા સરકારને આદેશ આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.