Abtak Media Google News

જો માંગણીઓ પૂર્ણ નહીં કરાય તો તા.2 મેથી કામગીરી બંધ કરવાની એસો.ની ચીમકી 

જુનિયર ડોકટર એસોસિએશન જામનગર દ્વારા રેસિડેન્ટ ડોકટરર્સના સ્ટાઇપેન્ડમાં વધારો કરવા, મુખ્યમંત્રી કોરોના વોરિયર સન્માન યોજના મુજબ માનદ્ વેતન આપવા તા. 1, મે-2021થી તેમની સેવાઓને 1:2 મુજબ બોન્ડેડ તરીકે ગણવા સહિતની માંગ સાથે ગર્વમેન્ટ મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.એસોસિએશનના પ્રમુખ ડો. રોનક સથવારા સહિતના હોદ્ેદારો દ્વારા પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, કોરોના મહામારી આવી છે ત્યારથી જુનિયર ડોકટરો પોતાની સામાજિક અને પારિવારીક જવાબદારી નેવે મૂકીને સતત ફરજ બજાવી રહ્યાં છે.

જેને ધ્યાને લઇ ત્રીજા વર્ષના પી.જી. ડોકટર્સના ત્રણ મહિના એક્સટેન્ડ ના કરતાં આગામી મે મહિનાની જ તેમની સેવાઓને 1:2ના ધોરણે બોન્ડની સેવા ગણવા તેમજ નિયમિત દર ત્રણ વર્ષે રેસિડેન્ટ ડોકટરનું નિયત કરેલ જોગવાઇ અનુસાર સ્ટાઇપેન્ડ વધારવામાં આવેલ છે. જેમાં 2018 બાદ ચાલુ વર્ષ 2021માં પણ 40 ટકા સ્ટાઇપેન્ડમાં વધારો કરવા, એપ્રિલ-2020થી કોરોના મહામારીમાં રેસીડેન્ટ ડોકટર 24 કલાક ખડેપગે રહી ફરજ બજાવી રહ્યાં છે. જેને ધ્યાને લઇ ડોકટર માટે માનદ્ સન્માન મહેનતાણુ જાહેર કરવામાં આવ્યું હતું. જે આજસુધી મળેલ નથી. જેના માટે આઇડીએ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજૂ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ આ સંસ્થામાં ફરજ બજાવતાં ઇન્ટન્સ તેમજ રેસિડેન્ટ ડોકટર્સના પ્રથમ ડિગ્રી રિલેટીવને હોસ્પિટલમાં પ્રાથમિકતા આપવા સહિતની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. જો આ માંગણીઓ તા. 1 મે સુધીમાં પૂર્ણ કરવામાં નહીં આવે તો તા. 2 મે ના સવારે 8 વાગ્યાથી સંપૂર્ણ કામગીરી બંધ રાખવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.