Abtak Media Google News

રાજ્યમાં ફરી એક સાથે 77 IAS ઓફિસરોની સાગમટે બદલીના ઓર્ડર ગાંધીનગરથી નિકળ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના અને જિલ્લાઓના ક્લેક્ટર અને મ્યુનિશિપાલ કમિશનરની બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ, જામનગર, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. રાજકોટના મનપા પૂર્વ ડેપ્યુટી કમિશનર અરુણ મહેશ બાબુની રાજકોટ જિલ્લા ક્લેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ કમિશનમાં ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. તો રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા જિલ્લા કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. રાજકોટ મનપના પૂર્વ ડેપ્યુટી કમિશ્નર અરુણ મહેશ બાબુની રાજકોટ જિલ્લા કલેકટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પંચમહાલ-ગોધરાના કલેકટર અમિત અરોરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગરના કલેક્ટરની બદલી, કંકિપતિ રાજેશની ગૃહ વિભાગના જોઇન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં નવા ક્લેક્ટર તરીકે અમૃતેશ કાલિદાસની નિમણૂક, આ પહેલા તેઓ અરવલ્લી-મોડાસાના ક્લેકટર હતા

આ સિવાય જામનગરના ક્લેક્ટર અને મનપા કમિશનર પણ બદલાયા છે. નવા ક્લેક્ટર ડો. સૌરભ પારઘીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે મનપા કમિશનર તરીકે વિજય કુમાર ખરાડી નિમણૂક કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અંજુ શર્મા, ST નિગમના MD એસ.જે હૈદર, અમદાવાદ જિલ્લાના DDO અને AMCના ત્રણ DYMCની બદલી કરવામાં આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા જિલ્લા કલેકટર તરીકે બદલી કરાઈ. સુરત કલેકટર ધવલ પટેલની ગુડાનાં CEO તરીકે બદલી કરવામા આવી છે.

    • મહિસાગરના કલેક્ટર આર.ડી.બારડને વડોદરાના કલેક્ટર બનાવાયા
    • રાજકોટના કલેક્ટર રૈમ્યા મોહનને નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર બનાવાયા
    • એમ.એ.પંડ્યાને દ્વારકા જિલ્લાના કલેક્ટર બનાવાયા
    • નવસારીના કલેક્ટર અગ્રવાલને રાહત કમિશનર બનાવાયા
    • જામનગરના કલેક્ટર રવિ શંકરને સરદાર સરોવર નિગમના ચેરમને અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીના મુખ્ય વહિવટદાર બનાવાયા
    • અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિલિપ કુમારન રાણાને આદિજાતિ વિકાસ વિભાગના કમિશનરનો સંપૂર્ણ ચાર્જ સોપાયો
    • આણંદના કલેક્ટર આર.જી. ગોહિલને ગીરસોમનાથના કલેક્ટર બનાવાયા
    • સુરતના કલેક્ટર ધવલકુમાર પટેલને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા
    • રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા કલેક્ટર તરીકે બદલી
    • એમ.વાય દક્ષિણી મહેસાણાના ડીડીઓની આણંદના કલેક્ટર તરીકે બદલી
    • ડૉ.રત્નાકંવરની ગાંધીનગર મનપા કમિશનરમાંથી સર્વ શિક્ષા
      અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે બદલી
    • કચ્છ-ભૂજના કલેક્ટર પ્રવિણા ડી.કેની પંચમહાલ-ગોધરા કલેક્ટર તરીકે બદલી
    • દાહોદ કલેક્ટર વિજય ખરા઼ડીની જામનગર મનપા કમિશનર તરીકે બદલી
    • પાટણના ડીડીઓ ડી.કે. પાખેની વડોદરા મનપાના રિજનલ કમિશનર તરીકે બદલી
    • દેવભૂમિ દ્વારકાના કલેક્ટર નરેન્દ્રકુમાર મીણાની અરવલ્લી મોડાસાના કલેક્ટર તરીકે બદલી
    • રાજકોટના ડે.મનપા કમિશનર પ્રજાપતિની આણંદના ડીડીઓ તરીકે બદલી
    • ખેડા નડિયાદના ડીડીઓ કેલ. બછાનીની ખેડા નડિયાદ કલેક્ટર તરીકે બદલી
    • ગીરસોમનાથના કલેક્ટર અજય પ્રકાશની સ્વાસ્થ્ય અને શિક્ષણ વિભાગના ચીફ પર્સનલ ઓફિસર તરીકે બદલી
    • જૂનાગઢના કલેક્ટર ડૉ.પારધીની જામનગરના કલેક્ટર તરીકે બદલી
    • અમરેલીના કલેક્ટર આયૂષ ઓકની સુરતના કલેક્ટર તરીકે બદલી
    • સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશની ગૃહ વિભાગના સંયુક્ત સચિવ તરીકે બદલી
    • છોટાઉદેપુરના કલેક્ટર મયાત્રાની કચ્છભૂજના કલેક્ટર તરીકે બદલી
    • ડાંગના ડીડીઓ વઢવાણિયાની કલેક્ટર તાપી તરીકે બદલી
    • પીજીવીસીએલના એમડી શ્વાત તેઓતિયાની અરવલ્લી મોડાસાના ડીડીઓ તરીકે બદલી
    • અરવલ્લી મોડાસાના કલેક્ટર ઓરંગાબાદકરની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે બદલી

ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલાં જ રાજ્ય સરકારે મોટાપાયે IAS અધિકારીઓની બદલી કરવાનો આદેશ જારી કર્યો છે. જેમાં પંકજકુમાર, વિપુલ મિત્રા, ડો. રાજીવ ગુપ્તા, મનોજ અગ્રવાલ, કમલ દયાણી, સુનૈયના તોમર, મમતા વર્મા, એમ કે દાસ સહિતના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.