Abtak Media Google News

શિવમપાર્કમાં રવિવારે બનેલા બનાવમાં આપઘાતના આરોપી એડવોકેટ અને કારખાનેદાર સામે નોંધાયેલી ફરિયાદની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને સોંપવામાં આવી છે. શિવમપાર્કમાં રહેતા કર્મકાંડી કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડિયાએ રવિવારે રાતે પુત્ર અંકિત અને પુત્રી કૃપાલીને કોરોનાની દવા હોવાનું કહીને ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લીધી હતી. સારવાર દરમિયાન પુત્ર અંકિતે અને ત્યાર બાદ મંગળવારે કમલેશભાઇ પણ મોતને ભેટ્યા હતા. જેમાં વકીલ અને બ્રોકરે પૈસામાં છેતરપિંડી કરી ખોટી પોલોસ અરજીમાં ફસાવી દેતા ઘટના ઘટી હોવાનું તફળય આવ્યું હતું.

આ અંગે પોલીસની પ્રાથમિક તપાસ બાદ મૃતક કમલેશભાઇના ભાઇ કાનજીભાઇએ બુધવારે તાલુકા પોલીસમાં ઉપરોક્ત બંને શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, કમલેશભાઇનું મકાન રૂ. 1.29 કરોડમાં કારખાનેદાર દિલીપ કોરાટને વેચવાનું નક્કી કર્યું હતું. જેમાં 48 લાખનો વેચાણ દસ્તાવેજ કરવાનો હતો. તે તમામ કાર્યવાહી એડવોકેટ આર.ડી.વોરાની હાજરીમાં થઇ હતી. દરમિયાન સાટાખત કરતી વેળાએ બાકીના નાણાં ચૂકતે કરવાની વાત થઇ હોય એડવોકેટ વોરાએ સહી કરી દેવાનું કહ્યું હતું.જેથી કમલેશભાઇએ 61 લાખ માગતાં એડવોકેટ વોરાએ તમને 65 લાખ આપી દીધા છે તેની નોંધ ડાયરીમાં છે અને તે ડાયરીના પાનાં તમે ફાડી નાખ્યા હોવાનો આક્ષેપ કરી ફિટ કરી દેવાની ધમકી આપી હતી ત્યારે એડવોકેટ અને કારખાનેદાર સાટાખત કરવા દબાણ કરતા હોય અને પોતાને પૈસા નહીં મળે તો સંતાનોના લગ્ન કેવી રીતે થશેની ચિંતામાં કમલેશભાઇએ પુત્ર-પુત્રી સાથે પગલું ભર્યું હતું.

દરમિયાન કમલેશભાઇના ભાઇએ એડવોકેટ અને કારખાનેદાર સામે ફરિયાદ નોંધાવતા બનાવની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે. ફરિયાદને પગલે ભૂગર્ભમાં ઉતરી ગયેલા એડવોકેટ અને કારખાનેદારના પરિવારની પોલીસે પૂછપરછ શરૂ કરી ફરાર બંનેનું પગેરું મેળવવા તેમજ મૃતકના ભાઇનું વિશેષ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.