ટીકરી બોર્ડર પર ખેડુતોના આંદોલનમાં જોડાવા માટે આવેલ પશ્ચિમ બંગાળની 25 વર્ષીય યુવતીનું 30 એપ્રિલના રોજ ટીકરી બોર્ડરની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. યુવતીને કોરોના સંક્રમિત હતી, અને તેનાથી તેનું મૃત્યુ થયું કેવું કહેવામાં આવી રહ્યું હતું. આ કેસમાં નવો વળાંક આવ્યો છે. મીડિયાના અહેવાલો અનુસાર, મહિલા સાથે બળાત્કાર સહિતની બીજી અન્ય કલમોમાં 6 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ 6 લોકોમાં 2 ખેડૂત આગેવાનો, 2 આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ખેડૂત આંદોલન સાથે સંકળાયેલી 2 મહિલા સ્વયંસેવિકાના નામો સામીલ છે.

મહિલાનું મૃત્યુ કોરોના સંક્રમણના કારણે થયું તેવું કહેવામાં આવે છે. પરંતુ યુવતીના પિતાએ આપેલા નિવેદનના આધારે, બહાદુરગઢ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી ખેડૂત સોશિયલ આર્મી સાથે સંકળાયેલા હતા. આરોપીઓમાં અનિલ મલિક, અનૂપ સિંહ, અંકુશ સાંગવાન,જગદીશ બરાડ, કવિતા આર્ય અને યોગિતા સુહાગનો સમાવેશ થાય છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપી અનૂપ સિંહ હિસાર ક્ષેત્રનો છે અને તે આમ આદમી પાર્ટી(AAP)નો સક્રિય કાર્યકર છે, જે વાતની પુષ્ટિ AAPના સાંસદ સુશીલ ગુપ્તાએ કરી હતી. અનિલ મલિક દિલ્હીમાં AAPના કાર્યકર તરીકે કામ કરે છે.

બળાત્કાર ઉપરાંત આરોપીઓ ઉપર અપહરણ, બ્લેકમેઇલિંગ અને ધમકી આપવાની કલમોનો ગુનો દાખલ કરાયો છે. યુવતીના મોત બાદથી અનૂપ સિંહ લાપતા છે. જોકે, યુવતીના માતા-પિતા ટિકરી અને સિંઘુ બોર્ડર ગયા અને શનિવારે રાત્રે તેણે બહાદુરગઢ શહેર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.

પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ વિજય કુમારના જણાવ્યા મુજબ મહિલા પોલીસ સ્ટેશનના પ્રભારીને કેસની તપાસ સોંપવામાં આવી છે. આ બાબતે ખેડૂતોએ કહ્યું છે કે, ‘મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો હતો, તેમ છતાં આ બધા લોકોને બદનામ કરવા માટે દુષ્કર્મ થયું તેવું કહેવામા આવે છે.’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.