Abtak Media Google News

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે તમામ લોકો કોરોનાને નાથવા પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં તંત્ર, ડોકટર્સ, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ સહિત રાત દિવસ એક કરી પ્રયાસો કરી રહ્યા છે. હવે લોકો પણ જાગૃત થયા છે.અને તમામ નીતિ નિયમો ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા છે.ગામડાઓમાં લોકો સ્વયંભૂ જાગૃત થઈ સ્વૈચ્છિક લોકડાઉન કરી સંક્રમણને ફેલાતુ અટકાવવા પ્રયત્નો કરી રહ્યા છે. અનેકવિધ સંસ્થાઓ પ્રવૃત્તિઓ કરી લોકોની મદદ કરી રહ્યા છે.

‘પ્રાણવાયુ’ના બાટલા ઘટતા પણ હવે બોટલો વધી પડતાં અમને પણ આનંદ થાય છે: ઑક્સીજન ગ્રૂપ  (બગસરા)

ઑક્સીજન ગ્રૂપ નામના ગ્રૂપના સભ્યએ જણાવ્યુ હતું કે કોરોનાની બીજી લહેરમાં ઑક્સીજનની જરૂર હોય તેવા તેવા ક્સો મોટા પ્રમાણમાં સામે આવ્યા છે. ત્યારે લોકોને ઑક્સીજન મેળવવું ખૂબ અઘરું થતાં અમારા ગ્રૂપ દ્વારા ઓક્સિજન ગ્રૂપ નામથી સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં અમે ઓક્સિજનની જરૂર હોય તે લોકોને ઑક્સીજન પૂરૂ પાડીએ છીએ. અત્યારે સુધીમાં અમે 120 જેટલા લોકોને ઓક્સિજન પૂરું પડ્યું છે. કોઈને બીજી કાઇ જરૂર પડસે એ પણ પૂરું પાડશું. છેલ્લા 2 દિવસમાં ઑક્સીજનની માંગમાં ઘટાડો થયો છે. શરૂઆતમાં ઓક્સિજનની બોટલો ઘટતી હતી. પરંતુ હવે છેલ્લા 2 દિવસમાં ઑક્સીજન બોટલી વધી પડે છે. જે ખૂબ સારી વાત કહી શકાય.ખાસ તો કોરોના કેસોમાં વધારો થતા સ્થાનીક વેપારીઓ  અને  તંત્ર દ્વારા  સ્વૈચ્છીક લોકડાઉન કરવામાં આવ્યું હતુ જેને કારણે કોરોનાને નાથવામાં ખુબ પ્રસંશનીય કાર્ય રહ્યું છે.

કોઈ પણ મુશ્કેલી હોય, તેનો હિંમતભેર સામનો  કરવા ગુજરાતીઓ અડીખમ-ભરતભાઈ સંઘવ (સામાજીક આગેવાન)

કચ્છના ભુજ તાલુકાના સામાજિક કાર્યકરભરતભાઈ સંઘવી એ જણાવ્યુ હતું કે ગુજરાતના લોકો ગમે તેવી મુસીબત આવે તો તેની સામે અડીખમ ઊભા રહે છે. ત્યારે ગુજરાતના લોકો  જાગી ગયા છે અને સંપૂર્ણ  પણે  કોરોનાને માત આપશે.  લોકોએ ફક્ત સરકારની ગાઈડ લાઇનનું પાલન કરવાનુ છે. ગુજરાતના લોકો જાગૃત થઈ ગયા છે. તે આપણે સૌ જોઈ સકિયે છીએ દરરોેજ ધીમે ધીમે કોરોના કેસોમા ઘટાડો  જોવા મળી રહ્યો છે.ખાસ તો કોરોના કેસોમાં વધારો થતા સ્થાનીક વેપારીઓ  અને  તંત્ર દ્વારા  સ્વૈચ્છીક લોકડાઉન કરવામાં આવ્યું હતુ જેને કારણે કોરોનાને નાથવામાં ખુબ પ્રસંશનીય કાર્ય રહ્યું છે.

ગાઈડલાઈનનું પાલન કરીએ ગુજરાતને સંપૂર્ણ કોરોના મુકત બનાવીએ-માનવ જયોત સંસ્થા (ભૂજ)

ભૂજની માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રમોદભાઈ મુનવરએ જણાવ્યુ હતુંકે, હાલ દેશ અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે શરૂઆતના સમયમાં કોરોનાના કેસોમા એકદમથી વધારો આવ્યો હતો. પરંતું હવે લોકો જાગૃત થઈ ગયા છે. જેને કારણે કોરોના કેસોમાં ઘટાડો આવ્યો છે. સાથે જ બીજી લહેર સામે લડવા માટે સક્ષમ બન્યા છીએ. ત્યારે હજુ પણ લોકોએ ધ્યાન અને કાળજી લેવાની જરૂર છે. સરકારની ગાઈડ લાઇનનુ બધાએ પાલન કરવું જોઈએ. અમારી સંસ્થા કોરોનાની પહેલી લહેર આવી ત્યારથી લોકોની મદદે આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ કોઈ દર્દીને કે તેનાં પરિવારજનોને જે કાંઈ જરૂર હોય છે તે અમે પુરી કરવાની કોશિશ કરીએ છીએ. જમવાનું હોય કે કોઈ બીજી મદદની જરૂર હોય તે અમે પહોંચતી કરીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.