Abtak Media Google News

ભારતના અર્થતંત્રને 5 ટ્રીલીયન અમેરિક ડોલરના વિશાળ કદ આપવાના લક્ષ્યને પહોંચી વળવા માટેના પ્રયાસો ચાલી રહ્યાં છે. કૃષિ પ્રધાન ભારતના અર્થતંત્ર અને વિકાસ દરમાં કૃષિ ક્ષેત્રનું મહત્વનો ફાળો છે પરંતુ દેશની કૃષિ વ્યવસ્થા સંપૂર્ણપણે કુદરત આધારિત વરસાદ ઉપર હોવાથી દાયકામાં બે થી ત્રણ વાર અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી કુદરતી આફતોને લઈ ખેતીના પાક પર સતત જોખમ રહે છે અને અનિશ્ર્ચિત આવકના કારણે જ કૃષિને ઉદ્યોગનો દરજ્જો આપી શકતો નથી.

અર્થતંત્રના વૃદ્ધિ દર પર કૃષિ ક્ષેત્રનું મહત્વ હોવા છતાં તેને ઉદ્યોગનો દરજ્જો આપી શકાતો નથી. સરકાર પાસે મહેસુલી આવક અને રાજકોષીય ખાદ્ય પુરવા માટે પેટ્રોલ-ડિઝલની ટેક્ષની આવક જ મુખ્ય આવક છે ત્યારે રાજકોષીય ખાદ્ય પુરવા અને દેશનું સંચાલન ખર્ચ માટે પેટ્રોલ-ડિઝલના ટેક્ષ અનિવાર્ય છે. વૈશ્ર્વિક ક્રુડ બજારમાં ચાલતી તેજી-મંદીની અસર ભારતના અર્થતંત્ર પર સવિશેષ જોવા મળે છે. કારણ કે, સરકારની મુખ્ય આવક પેટ્રોલ-ડિઝલના ટેક્ષના રૂપમાં જ મળે છે.

અર્થતંત્રની મહેસુલી ખાદ્ય સરભર રાખી, પ્રજાની સુખાકારી જાળવી આર્થિક બેકારી, ભુખમરા નિવારવા માટે ‘ફયુલ ઈકોનોમિક બેલેન્સ’ના સરકારના પ્રયાસો

કોરોના કટોકટી અને વૈશ્ર્વિક આર્થિક મંદીમાં લોકડાઉનના સમયમાં જ્યારે વૈશ્ર્વિક ક્રુડ તેલમાં લેવાલ કોઈ નહોતુ અને ક્રુડના ભાવ તળીયે પહોંચી ગયા હતા તેવી પરિસ્થિતિમાં ભારતે તકનો લાભ લઈને સસ્તા ભાવે મળતું ક્રુડ તેલનો પુરેપુરો સ્ટોક કરી લીધો હતો અને વૈશ્ર્વિક બજારમાં સસ્તા થયેલા ક્રુડના ભાવથી પેટ્રોલ-ડિઝલની આયાત દર ઘટી ગયો હોવા છતાં કોરોના કટોકટી, લોકડાઉન અને કોરોના મહામારી સામે સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને આર્થિક બોજાથી ઉભી થયેલી રાજકોષીય ખાદ્ય પુરી કરવા માટે પેટ્રોલ-ડિઝલના ભાવમાં સમયાંતરે એકસાઈઝ ડ્યુટીમાં વધારો કરી અર્થતંત્રને બેલેન્સ રાખવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા વધારાની આવક ઉભી કરીને મંદીમાં સપડાઈ ગયેલા ડોલરની મોટે પાયે ખરીદી કરી દેશનું અનામત ભંડોળ ઉભુ કર્યું હતું. સરકારના આ પ્રયાસોને લઈ ને જ કોરોના કટોકટી અને દેશ પર આવેલા ખર્ચના બોજાથી પ્રજાને બચાવી લેવામાં આવી.

વૈશ્ર્વિક બજારમાં ક્રુડ તેલના ભાવ ઘટ્યા હોવા છતાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારાની એકસાઈઝની આવકથી સરકારે બેરોજગારી, ભુખમરા અને આર્થિક કટોકટીથી દેશને બચાવી લીધો હતો. તાજેતરમાં ફરીથી પેટ્રોલના ભાવમાં વધારો શરૂ થયો છે. 2020માં આ સમયગાળા દરમિયાન રૂા.20નો ભાવ વધારો આવ્યો હતો. મે 1 2020માં દિલ્હીમાં પેટ્રોલપંપ પર પેટ્રોલના ભાવ 69.59 રૂપિયા હતા અને ડિઝલમાં 62.29 રૂપિયા હતા. મે 1લીના આંકડામાં જણાવ્યા મુજબ 3.53 રૂપિયાનો વધારો આવતા પેટ્રોલના ભાવ 31.48ના વધારા સાથે રૂા.90.40એ પહોંચ્યા હતા. પેટ્રોલના ભાવ વધારાથી રાજકોષીય ખાદ્ય ઘટાડો લાવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારના ગયા વર્ષે વધેલા કર અને રાજ્યના વેટના ભાવથી પેટ્રોલમાં રૂા.13 અને ડિઝલમાં રૂા.16નો વધારાનો કર આવ્યો હતો. બન્ને ભાવ વધારામાં એકસાઈઝ ડ્યુટીનું પ્રમાણ 65 ટકા અને ડિઝલમાં 79 ટકા રહેવા પામ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા સંચાલીત રિટેલ કાઉન્ટરમાં 90 ટકાની હિસ્સેદારીની બજારમાં પેટ્રોલના ભાવ રૂા.100નો આંકડો વટાવવાની નજીક છે. 2021ના બજેટમાં રૂા.2.5 અને રૂા.4ના પેટ્રોલ-ડિઝલના ભાવ વધારામાં રૂા.32.90 પેટ્રોલ અને 31.80 ડિઝલમાં એકસાઈઝ ડ્યુટી લાગી છે પરંતુ છુટક બજારમાં 20 રૂપિયાનો ભાવ વધારો ગ્રાહકોને ખિસ્સામાંથી આપવો પડ્યો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાથી સરકારના મહેસુલી ખાદ્યને સરભર કરી દેશના અર્થતંત્રને મંદીમાંથી ઉગારવાનો હેતુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.