Abtak Media Google News

કચ્છ જીલ્લામાં અંજાર અને જખૌમાંથી વિદેશી દારૂનો જથ્થા સાથે ચાર શખ્સની ધરપકડ કરી ર40 બોટલ દારૂ, દેશી દારૂ, ટ્રક અને બાઇક મળી રૂ 11 લાખનો મુદામાલ કબ્જે કરી નાશી છુટેલા બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.

વધુ વિગત મુજબ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના વાડા પથ્થરથી ભાનાડા માર્ગ પર પોલીસ ચેકીંગ દરમિયાન જીજે 12 સીએલ 2793 નંબરના બાઇકને અટકાવી તલાસી લેતા 12600 ની કિંમતનો 36 બોટલ દારુ સાથે કુલદીપસિંહ જાડેજા અને રવિરાજસિંહ જાડેજાની ધરપકડ રૂ. 26600 નો મુદામાલ કબ્જે કરી નાશી છુટેલા લક્ષદિપસિંહ ઝાલાની શોધખોળ હાથ ધરી છે.જયારે અંજાર એરપોર્ટ ચોકડી પાસે જીજે 12 બીટી 6860 નંબરના ટ્રકમાંથી 76500 ની કિંમતનો 204 બોટલ દારુ અને 165 લીટર દેશી સાથે સામખીયાળી રવિકુમાર ગીરધારી લાલ અને તીરથગીરી નારદગીરી ગોસ્વામી ની ધરપકડ કરી દારૂ અને ટ્રક મળી રૂ. 10.95 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.