૧- રઘુરાજપુર ગામ

૨૦૦૦માં ઓરીસ્સાનું આ ગામને રાજ્યના પહેલા હૈરિટેજગાવનું બિરુધ્ધ મળ્યું હતું. આ ગામ પટ્ટચિત્રની કળા માટે પ્રસિધ્ધ છે. અહીંના લોકો ટ્રાઇબલ પેઇન્ટિંગ, પેપર મેચ ટોય, વુડન ટોય બનાવી અને વેચીને પોતાનુ જીવન ગુજારે છે. અને આ ગામના દરેક વ્યકિત કલાકાર છે. તેમજ આ ગામ પુરીથી થોડી દુરી પર સ્થિત આવેલું છે જ્યાં તમે ફરવા પણ જઇ શકો છો.

૨- તિલૌનિયા ગામ

આ ગામનો દરકે વ્યક્તિ સોલર ઇન્જીનિયર છે. આ ગામના દરેક ઘરની છત પર તમે સોલર પેનલ ચમકતા નજરે ચડે છે. અહીના ગામોના લોકોનું શીખવાનું કામ સંજીત રોયે કરયુ હતું. અહીં ગામમાં લોહાર, કિશાન તથા ઘરની વહુ પણ સોલર એન્જિીનિયર છે. આ બધા સોલર પેનલને ઇન્સ્ટોલ અને રિપેર કરવુ એ બધુ ગામના લોકો સારી રીતે જાણે છે અને આ ગામ અજમેરમાં સ્થિત છે.  જ્યા તમે દરેક મોસમમાં ફરવા જઇ શકો છો.

૩- પનામિક ગામ :

પનામિક ગામ સિયાચિન ગલૈશિયર પાસે આવેલું છે અને આ ગામ નજીક ગરમ પાણીનો પ્રવાહ વહે છે. દૂર-દૂરથી આ ગામમાં વહેતા ગરમ પાણીના પ્રવાહમાં ડુબકી મારવા માટે લોકો આવે છે. તેમજ આ ગામ સમુદ્ર તટથી દસ હજાર ફીટની ઉંચાઇથી ઉપર આવેલ છે. લેહની નુબાવૈલીથી આ ગામ ૧૫૦ કિમી દૂર છે. આ ગામમાં જવા માટે સૌથી શ્રેષ્ઠ સમય જુનથી સપ્ટેમ્બર વચ્ચે હોય છે.

૪- મદ્વર ગામ :

આ ગામ હજારો વર્ષ જુની આપણી સંસ્કૃતિ અને સભ્યતાને જીવંત રાખનારુ એક ઉદાહરણ છે. આ ગામની દરેક વ્યક્તિ સંસ્કૃતભાષામાં વાત કરે છે. પછી તે બાળક હોય અથવા મોટા અહીંના તમામ લોકો વૈદિક જીંદગી જીવે છે. આ ગામને સંસ્કૃત ગામ પણ કહેવામાં આવે છે. અહીંની પાઠશાળામાં બાળકો પાંચ વર્ષમાં ભાષાનો અભ્યાસ કરે છે. અને આ ગામ બેંગ્લોરથી ૩૦૦ કિલોમીટર દૂર આવેલુ છે.

૫- કથેવાડી ગામ :

આ ગામને આર્ટ ઓફ લીવીંગ ઓફ સ્થાપક શ્રી રવિશંકર દ્વારા લેવાયો છે. આ ગામ મહારાષ્ટ્રમાં નંદદેવ જિલ્લામાં આવેલું છે. આ ગામની સંસ્થાને મોડેલ વિલેજમાં બદલી નાખ્યું છે. અને પહેલા આ ગામના લોકો આલ્કોહોલ પર નિર્ભર હતા અને હવે આ ગામના તમામ લોકો આલ્કોહોલ નથી લેતા તેમજ આ ગામ નાંદેડ રેલ્વે સ્ટેશનથી ૯૦ કિમિ દૂર સ્થિત છે. જ્યાં તમે દરેક મોસમમાં ફરવા જઇ શકો છો.

૬-પનામિક ગામ :

પનામિક ગામ સિયાચિન ગલૈશિયર પાસે આવેલું છે. અને આ ગામ નજીક ગરમ પાણીનો પ્રવાહ વહે છે. દૂર-દૂરથી આ ગામમાં વહેતા ગરમ પાણીના પ્રવાહમાં ડુબકી મારવા માટે લોકો આવે છે. તેમજ આ ગામ સમુદ્ર તટથી દસ હજાર ફીટની ઉંચાઇ થી ઉપર આવેલ છે. લેહની નુબાવૈલીથી આ ગામ ૧૫૦ કિમિ દૂર છે. આ ગામમાં જવા માટે સૌથી શ્રેષ્ઠ સમય જુનથી સપ્ટેમ્બર વચ્ચે હોય છે.

૭- વેલાસ ગામ :

મુંબઇથી ૨૩૦ કિમિ દૂર રત્નાગીરી જીલ્લામાં બના વેલાસ ગામ પોતાનું એક અનોખુ ઉદાહરણ પુરુ પાડે છે. આ ગામ સમુદ્ર કિનારે વસેલુ છે. ફેબ્રુઆરીથી એપ્રિલ મહિનામાં આ ગામમાં કાચબાઓને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. આ ગામને એક એનજીઓએ દત્તક લીધેલ છે. જે આવનારા કાચબાઓનું ધ્યાન રાખશે અને ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે આ ગામમાં સમુદ્રની સવારી ઉભી થશે અને અહીં કછુઆ ઉત્સવ તરીકે પણ ઉજવાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.