Abtak Media Google News

દેશ હજી કોરોના વાયરસની બીજી લહેરના તબ્બકાથી બહાર નીકળી રહ્યો છે. આ સાથે ત્રીજી લહેરનું સંકટ માથે મંડરાઈ રહ્યું છે. આ દરમિયાન, બિહારના દરભંગામાં કોરોના સંક્રમણને લઈ એક ઘટના સામે આવી છે. બિહારની દરભંગા મેડિકલ કોલેજમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.

Advertisement

દરભંગા મેડિકલ કોલેજ હોસ્પિટલના પ્રિન્સિપાલએ જણાવ્યા મુજબ, ‘ચાર બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, તેમનામાં ન્યુમોનિયા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. બાળકોની હાલત ખૂબ ગંભીર હતી. ચારમાંથી એક બાળક કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું, જ્યારે બાકીના ત્રણ બાળકો કોવિડ નેગેટિવ હતા.’

ત્રણ બાળકો કોરોના નેગેટિવ હોવા છતાં પણ છેલ્લા ચોવીસ કલાકમાં ચાર બાળકોના થઈ ગયા છે. આ બાળકોના મોતથી ફરી પછી કોરોના અંગેની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. નિષ્ણાતોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી મોટો ખતરો બાળકો પર રહશે.

કોરોના મહામારીમાં ચાર બાળકોના મોતથી દરેક જણ ચોંકી ઉઠ્યું છે. જન અધિકાર પાર્ટીના અધ્યક્ષ પપ્પુ યાદવે પણ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘કોરોનાથી DMCH દરભંગામાં ચાર બાળકોનું મોત નીપજ્યું હતું. આ પહેલીવાર છે જ્યારે આવી રીતે બાળકો કોરોનાનો ભોગ બન્યા છે. ત્યાં સ્પષ્ટ સંકેત છે કે ત્રીજા લહેરનો પ્રકોપ શરૂ થયો છે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.