જામનગરમાં પ્રથમ ગુજસીટોકના ગુનામાં પોલીસે ધરપકડ કરેલા 12 આરોપીઓ પૈકીના 7 આરોપીની જામીન અરજીની દલીલો પુર્ણ થતાં  અદાલતે સાતેય આરોપીઓની અરજી હુકમ પર રાખી છે.

જામનગરમાં ચકચારી અને ભુ માફિયા જયેશ પટેલની ગેંગ સામે ગુજસીટોકના ગુનાની  ફરિયાદ ગત તા.15 ઓક્ટો-2020ના રોજ એલસીબીના પીઆઈ કે.જી.ચૌધરીની ફરિયાદ પરથી જયસુખ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ સહિતના 14 આરોપીઓ સામે નોંધાયા બાદ નોંધાયા બાદ પોલીસે આ કેસમાં પોલીસે કુલ 12 લોકોની ધરપકડ કરી હતી.

તમામને જુદી જુદી જેલમાં મોકલાયા હતા. આ ચકચારી કેસમાં તપાસનીશ અધિકારી સીટી ડીવાયએસપી નિતેષ પાંડેએ એપ્રીલ માસની શરુઆતમાં રાજકોટ ખાતેની ગુજસીટોકની અદાલતમાં 3 હજાર પાનાની વિસ્તૃત ચાર્જશીટ રજુ કરી હતી. જે બાદ આ કેસમાં પડકડાઈને જેલમાં ગયેલા આરોપીઓ પૈકીના શેરના ધંધાર્થી પ્રફુલ પોપટ, પુર્વ પોલીસ કર્મી વશરામભાઈ મીયાત્રા, પુર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, બીલ્ડર નિલેશભાઈ ટોલીયા, એડવોકેટ વી.એલ.માનસતા, પ્રવિણ ચોવટીયા અને બીલ્ડર મુકેશ અભંગીએ પોતાના વકીલો મારફત હાલમાં રેગ્યુલર જામીન અરજી મુકી હતી. જેની સુનાવણી અલગ અલગ પૂર્ણ થતા. સરકારી વકીલે ફરિયાદનું સમર્થન કરતી અને આરોપીઓના વકીલોએ આરોપોને નકારતી દલીલો આધારો રજુ કર્યા હતા.

જે બાદ તા.28ના રોજ સુનાવણી પુરી થતાં હવે ગુજસીટોકની ખાસ અદાલતે જમીનઅરજીઓ હુકમ પર રાખી છે. બચાવ પક્ષે એડવોકેટ કમલેશ શાહ, જીજ્ઞેશ શાહ, પી.એસ. કનારા અને અકબર હિંગરોજા અને સ્પ્રે. પી.પી. તરીકે એસ.કે. વોરાએ દલીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.