Abtak Media Google News

રાજુલા તાલુકાના દેવકા ગામે છકડો રીક્ષા પલ્ટી મારી જતા રીક્ષા સવાર 6 વ્યક્તિ ને અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં હડમતીયા ગામના જોધાભાઈ ઓઘડભાઈ રાઠોડ (ઉ.વ. 55) ની ગંભીર હાલત જણાતાં 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા તે દરમિયાન રાજુલા ડુંગર રોડ પર આવેલી ફાટક બંધ હોવાનાં કારણે 25-30 મિનિટ સુધી રેલવે નાં કર્મચારીઓ દ્વારા માલગાડી પસાર નાં થાય ત્યાં સુધી રેલવે ફાટક બંધ રાખવામાં આવી હતી.

રાજુલા તાલુકા પંચાયત નાં પૂર્વ કારોબારી ચેરમેન ભીખાભાઈ પીંજર તથા હડમતીયા નાં સરપંચ રાણીંગભાઈ પીંજર સહિતના ગામનાં આગેવાનો દ્વારા સતત વિનંતીઓ કરવા છતાં પણ રેલવે નાં કર્મચારીઓ એ કોઈ પણ ની વાત સાંભળી નહોતી. જેનાં કારણે સમયસર સારવાર ના મળવા નાં કારણે હડમતીયા નાં   વ્યક્તિ નું મોત નિપજ્યું હતું.

રેલવે કર્મચારીઓ નાં કારણે મોત થતાં  કારોબારી ચેરમેન ભીખાભાઈ પીંજર દ્વારા જણાવાયું હતું કે આ રેલ્વે નાં જવાબદાર કર્મચારીઓ પર માનવ વધ નો ગુનો દાખલ કરવામાં આવે અને એમ્બ્યુલન્સ ને સમયસર ફાટક ખોલવા માટે આદેશ આપવા જોઈએ. તેમજ પીપાવાવ પોર્ટ ની 18-20 માલગાડી અહિયાં થી દૈનિક પસાર થાય છે તેનાં લીધે વારંવાર 20-30 મિનિટ સુધી ફાટક બંધ રાખવામાં આવે છે. જેનાં કારણે લોકો ઈમરજન્સી માં હોસ્પિટલ પહોંચી નથી શકતા. આથી તંત્ર દ્વારા વહેલી તકે અવરબ્રિજ બનાવવા માં આવે જેથી લોક સમસ્યા હલ થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.