Abtak Media Google News

તાઉ-તે વાવાઝોડા એ દરિયાકાંઠાના તાલુકાઓમાં સૌથી વધુ તારાજી સર્જી છે તેનાં કારણે અહિયાં નાં લોકો અને વ્યવસાયો ને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે રાજુલા જાફરાબાદ દરિયાકાંઠાના ગામોમાં હજારો એકર જમીનો પર મીઠા ઉદ્યોગ આવેલા છે આ મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના નાના અગરિયાઓ, ખાનગી કંપનીઓ અને સહકારી મંડળીઓ મીઠું ઉત્પાદન કરે છે.

વાવાઝોડાના કારણે મીઠા ઉદ્યોગકારો એ એકઠું કરેલું લાખો ટન મીઠું ભારે વરસાદ અને પવન નાં કારણે ધોવાણ થયું છે તો ધણું બધું મીઠું દરિયામાં વહી ગયું છે મીઠા નાં અગરો માં પાળા અને ક્યારા ટુટી ગયાં છે અગરો માં જતા રસ્તાઓ બંધ થઈ ગયા છે ત્યારે આ પાળાઓ અને ક્યારા ઓ ને બાંધવામાં લાખો રૂપિયા નો ખર્ચ થશે બીજી તરફ કરોડોની નુકસાની વચ્ચે આ અગરિયાઓ અને ખાનગી કંપનીઓ તથા સહકારી મંડળીઓને ઉભું થયું મુશ્કેલ છે ત્યારે આ વિસ્તારના કોંગ્રેસ નાં ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા સોશ્યલ મીડિયા નાં માધ્યમ થી રાજ્ય નાં મુખ્યમંત્રી સમક્ષ મીઠા ઉદ્યોગ ને ખાસ પેકેજ જાહેર કરવા ની માંગ સાથે રજૂઆત કરી હતી કે રાજુલા જાફરાબાદ વિસ્તારમાં 12 હજાર થી પણ વધુ જમીનો પર મીઠા ઉત્પાદન થાય છે વાવાઝોડા નાં કારણે આ ઉધોગ ને ખૂબ મોટું નુક્સાન થયું છે.

ત્યારે મીઠા ઉદ્યોગ ને ફરી બેઠો કરવા માટે સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેર કરવા આવે અને અગરિયા ઓનાં વર્ષો વિવિધ પ્રશ્નો નું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને અસરગ્રસ્ત રહેણાંક વિસ્તાર માટે સહાય જાહેર કરી છે પરંતુ વાવાઝોડા નાં 12 દિવસ બાદ પણ સરકાર દ્વારા મીઠા ઉદ્યોગ નું નામ પણ લીધું નથી. તેનાં કારણે મીઠા નાં અગરિયાઓ માં પણ રોષની લાગણી વ્યાપી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.