Abtak Media Google News

કોરોના વાયરસની ઘાતકી સાબિત થયેલી બીજી લહેર હવે અંત તરફ હોય તેમ નવા કેસ ઘટી રહ્યા છે. તો સામે રિકવરી રેટ પણ દરરોજ નવા દરે વધી રહ્યો છે. આ જોતા હવે રાજ્યમાં રૂપાણી સરકારે રાહતનો શ્વાસ લઈ 36 શહેરોમાં લદાયેલા “મીની લોકડાઉન” જેવા કડક નિયમો હળવા કરવાનું શરૂ કર્યું છે. ત્યારે આજરોજ નિયમોમાં મોટી ઢીલ આપવાની જાહેરાત થઈ છે.

આ નવા નિયમો 11 જૂન એટલે કે શુક્રવારથી લાગુ થશે અને 26મી જૂન સુધીના સમય દરમિયાન અમલી રહેશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ છૂટછાટ અપાઈ છે. અને કોરોના કેસ ઘટતા છૂટોદોર આપવાનો સીલસીલો યથાવત છે.

રાજ્યમાં હવે શું રહેશે ખુલ્લું, શું રહેશે બંધ

• રેસ્ટોરન્ટ અને હોટલ સવારે ૯ થી સાંજે ૭ સુધી ખુલ્લી રહેશે, બેસવાની ક્ષમતાના 50% સાથે ચાલુ રાખી શકાશે.

•રેસ્ટોરન્ટ અને હોટલની પાર્સલ, ટેકઅવે અને હોમ ડિલિવરીની સુવિધા રાત્રીના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે

•રાત્રી કર્ફ્યુનો અમલ દરરોજ રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી કરવાનો રહેશે

• તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારે ૯ થી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે એટલે કે હાલની સમયમર્યાદામાં ૧ કલાકનો વધારો કરવાનો નિર્ણય કરાયો છે.

• વાંચનાલય, લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના ૫૦ ટકા સાથે ખુલ્લા રહેશે

•બાગ બગીચા પણ સવારે ૬થી સાંજે ૭ સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે

• *જીમ્નેશિયમ ૫૦ ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે

• રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS, TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે

• રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મજૂરી

• રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે

• શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે

ઉલ્લેખનીય છે કે ઉપરના આ નિયમો હળવા થતા નાના, વેપારીઓને મોટી રાહત મળશે. આજની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભ પટેલ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ અનિલ મુકીમ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. અને આ નવા નિયમો આગામી તારીખ 11મી જૂનથી સવારે 6 વાગ્યાથી લાગુ થશે તેમ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.