Abtak Media Google News

રોડ અકસ્માતના કારણે અવાર-નવાર રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે. આવી જ એક ઘટના રાજકોટના બેડી ચોકડી પર સર્જાઈ છે. જેના કારણે રસ્તાઓ પર વાહનો કેટલા કલાકોથી લાઇનમાં ઊભા છે. આ સમગ્ર ઘટનામાં 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ ઘટના 4 વાગ્યાની છે હજી સુધી રાજકોટમાં બેડી ચોકડી પાસે ટ્રાફિક જામ ખૂલ્યો નથી.

Advertisement

ઉપરના વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે વાહનો ટ્રાફિકમાં ફસાયા છે. કોઈ પણ રીતે નિકડી શકતા નથી. દૂર-દૂર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી છે. ટ્રકના દર્શયોનો જોઈને આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે કેટલો ભયંકર અકસ્માત સર્જાયો હશે.

લોકો રાહ જોઈ રહ્યા છે કે આ ટ્રાફિકજામ ક્યારે ખુલશે. બધી જ બાજુએ વાહનોની લાંબી કતારો જ જોવા મળે છે. ટ્રાફિક પોલીસ દ્વાર આ જામ ખોલવા સખત મહેનત કરવામાં આવી રહી છે. બેડી ચોકડી રોડ વાહનોથી ચકચાર ભરેલો જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.