Abtak Media Google News

મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અને જુન માસ, મેલેરિયા વિરોઘી માસ અંતર્ગત રાજકોટને મેલેરિયા મુકત કરવા અને લોકોમાં મચ્છર ઉત્પતિ અને મેલેરિયા તથા ડેન્ગ્યુ  ચીકુનગુનિયા રોગ અટકાયત અંગે જાગૃતિ આવે તે માટે વિવિઘ આરોગ્ય શિક્ષણ તથા જુદા  જુદા પ્રિમાઇસીસ તપાસી વાહક નિયંત્રણ કામગીરીની સઘન ઝુંબેશ હાથ ઘરવામાં આવે છે. શહેરની 201 બાંઘકામ સાઇટ અને 140 હોસ્પિટલમાં  તપાસ કરાય હતી. મચ્છર ઉત્પતિ અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી પરિસ્થિતી જોવા મળી આવતા 152 બાંઘકામ સાઇટ અને 99 હોસ્પિટલને નોટીસ આપવામાં આવી છે.

મચ્છરોની ઉત્પતિ દેખાતા 140 બાંધકામ સાઇટ સામે પણ કોર્પોરેશનની લાલ આંખ

Img 20210614 Wa0202 હાલ ચોમાસું નજીક હોય વરસાદી વાતાવરણ અને ભેજ ભર્યા માહોલમાં મચ્છરો વઘુ સક્રિય થઈ જાય છે. ખાસ કરીને બાંઘકામ સાઇટ કે જયાં મોટા ભાગે ઓછા પ્રકાશવાળા અને વધારે ભેજવાળા વાતાવરણમાં મચ્છર ઉત્પતિ માટે આદર્શ માહોલ પુરો પાડે છે. ખાસ કરીને બાંઘકામની જગ્યાએ લીફટના ખાડા તથા બાંઘકામ માટે ભરી રાખવામાં આવતા પાણી તથા સેલરમાં ભરાઇ રહેતા પાણીમાં તથા હોસ્પિટલ ખાતે અગાસી તથા પ્રિમાઇસીમાં પડેલ બિનજરૂરી ભંગાર, સુશોભન માટે રાખેલ ફુલછોડ વગેરેમાં મેલેરિયા તથા ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરોની વૃદ્ધિ સહેલાઈથી થાય છે.

2 3

મેયર ડો. પ્રદિ5 ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક 5ક્ષ નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતી ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયાની સુચના અનુસાર આરોગ્ય અઘિકારી ડો. લલીત વાજા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ડો. મનીષ ચુનારા તથા બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ મેલેરિયા વિભાગના કર્મચારીઓ દ્વારા ગત સપ્તાહ દરમ્યાન શહેરના મુખ્ય અને સંવેદનશીલ વિસ્તારોમાં ચાલતી બાંઘકામ સાઇટો તથા હોસ્પિટલોનું ચેકીંગ તથા આરોગ્ય શિક્ષણની કામગીરી હાથ ઘરવામાં આવ્યુ હતું. આ કામગીરીમાં જુદા  જુદા વિસ્તારોમાંથી કૂલ 201 બાંઘકામ સાઇટ તથા  140 હોસ્પિટલોની મચ્છર ઉત્પતિ સબબ મુલાકાત લઇ 152 બાંઘકામ સાઇટ તથા 99 હોસ્પિટલોએ મચ્છરની ઉત્પતિ જોવા મળતા અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી પરિસ્થિતી જોવા મળતા નોટીસ આ5વામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.