Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા: સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ કૃપા વરસાવી છે. રાજ્યમાં દર વર્ષે સારી માત્રમાં વરસાદ થાય છે. પૂરતા પ્રમાણમાં વરસાદ થવા છતાં પણ ઘણા બધા વિસ્તારોમાં પાણીની તંગી જોવા મળે છે. આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરાયું હતું.

સાબરકાંઠાના હિમતનગર ખાતે આજે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને સમગ્ર ઉત્તર ગુજરાતની એક બેઠક બોલાવાઇ હતી. જેમાં પાણી પુરવઠા અંતર્ગત ચાલી રહેલી વિવિધ યોજનાઓનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત વનવાસી વિસ્તારોમાં આજે પણ પાણીની તકલીફ યથાવત હોવાનું ધ્યાને આવતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તમામ વ્યક્તિઓના ઘર સુધી પાણી પહોંચાડવાની યોજનાઓ શરૂ કરવામાં આવી હતી.

જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ આગામી સમયમાં પ્રત્યેક વ્યક્તિને પાણીની તંગી ના સર્જાય એટલા માટે ચોક્કસ આયોજનને આખરી ઓપ અપાય હતી. હાલના તબક્કે સમગ્ર ઉત્તર ગુજરાતના વિવિધ જળાશયો નહેરો તળાવો તેમ જ નદીઓને નર્મદાના નીરથી વંચિત કરવાનું કામ ઉપાડયું છે. આ સાથો ‘જલ સે નલ તક’ યોજના પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર હિંમતનગર ખાતે યોજાય હતી. આ બેઠકમાં 2022 પહેલા સમગ્ર ગુજરાતના છેવાડાના વ્યક્તિના ઘર સુધી જરૂરિયાત મુજબ પાણી પોંહચી શકે તેને પ્રાથમિકતા આપવાની રજૂઆત કેબિનેટ મંત્રીએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.