Abtak Media Google News
સ્પેનની ટીમે ૧૦ ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરેલા સ્વિટ્ઝરલેન્ડની ટીમને પેનલ્ટી શૂટઆઉટમાં ૩-૧થી હરાવી યુરોકપ ૨૦૨૦ ના સેમિફાઈનલ મેચમાં પ્રવેશ મેળવી લીધો છે. સ્પેનની જીતનો હીરો ગોલકીપર સાયમન સાબિત થયો હતો અને પેનલ્ટી દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડના બે બોલ કરવાના પ્રયત્નને નિષ્ફળ બનાવી દીધા હતા. ફેબિયન અને મેન્યુઅલના શોટ બચાવી સ્પેનને સેમીફાઈનલમાં પ્રવેશ કરાવ્યો હતો જ્યાં બીજી બાજુ સ્પેન ટીમે મિકેલની કિક થકી મેદાન મારી લીધું હતું.

સ્પેને સ્વિટ્ઝરલેન્ડને ક્વાર્ટર ફાઇનલના પેનલ્ટીમાં ૩-૧થી હરાવ્યું

પીટર્સબર્ગમાં રમાયેલા મેચ દરમિયાન સ્વિસ ટીમે ત્રણ વખતના યુરો ચેમ્પિયન સ્પેનને જબરદસ્ત ટક્કર આપી હતી અને નિર્ધારિત સમયમાં ગોલ માટે તરસાવી દીધું હતું. દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડના ગોલકીપર યાને જબરદસ્ત પ્રદર્શન કરી સ્પેનના અનેક ગોલ કરવાના પ્રયત્નોને નિષ્ફળ કરી દીધા હતા.
નિર્ધારિત સમય અને એક્સ્ટ્રા ટાઈમ દરમિયાન સ્પેનની ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. નિર્ધારિત સમયમાં ડેનિસએ આઠમી મિનિટમાં આત્મઘાતી ગોલ કરી સ્પેનને બઢત અપાવી હતી પરંતુ શેરદાને ગોલ કરીને પણ ટીમ માટે બરાબરી કરી લીધી હતી. જે બાદ બંને ટીમો ગોલ કરવા માટે ફાંફા મારી રહ્યા હતાં પરંતુ સ્વિટ્ઝર્લેન્ડના રેમોને ૭૭મી મિનિટમાં રેફરીએ રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર મોકલી દીધો હતો જેના કારણે ટીમ ૪૧ મિનિટ સુધી ૧૦ ખેલાડીઓ સાથે જ મેચ રમી હતી. આ મેચમાં હાર ની સાથે સ્વિટ્ઝરલેન્ડના સ્વપ્ન પર પાણી ફરી ગયું છે જ્યારે સ્પેનનું ચોથીવાર યુરોપ કપનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન હજુ અકબંધ છે.
સ્વિસ ટીમના આત્મઘાતી ગોલને કારણે ભલે સ્પેનની ટીમ ને બઢત મળી હતી પરંતુ મેચ દરમિયાન સ્વિસ ટીમનો દબદબો રહ્યો હતો. જેનો ફાયદો ૬૮મી મિનિટમાં ટીમને મળ્યો હતો જ્યારે ગ્રેનીતની જગ્યાએ કપ્તાની કરી રહેલા શાકીરીએ ગોલ કરી બન્ને ટીમોને એક બરાબર કરી દીધા હતા. અંતમાં ટીમ જ્યારે ૧૦ ખેલાડીઓ સાથે રમી રહી હતી ત્યારે ગોલકીપર યાને અનેક ગોલ ચમત્કારી રીતે બચાવી ટીમને મજબૂત પકડ આપી હતી પરંતુ સ્પેન વિરુદ્ધ રમી રહેલા અન્ય ખેલાડીઓએ બેજાન કીક મારીને ટીમને જીત અપાવી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.