શામજી નામના શખ્સે રૂ.20 લાખ પરત ન આપતા કોળી આગેવાને ગાંધીનગર ખાતેની હોટલમાં દવા પી જીવન ટૂંકાવ્યું ‘તુ

સુરેન્દ્રનગર કોળી સમાજના અગ્રણી અને ભાજપના આગેવાન જીણાભાઈનું  ગાંધીનગર ખાતેની હોટલમાં રહસ્યમય મોત પરથી પોલીસે  સુસાઈટ નોટ પરથી પરદો ઉઠાવી  જીણાભાઈને શામજી નામના શખ્સ દ્વારા રૂ.20 લાખ પરત ન આપતા ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધાનું બહાર આવ્યું છે.સામાન્ય મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર ના ચોટીલા ના સ્થાનિક રહેવાસી અને કોળી સમાજ ના આગેવાન અને ભાજપ ના વિધાનસભા ના ઉમેદવાર રહી ચૂકેલા જીણા ભાઈ ડેરવાડિયા નું રહસ્યમય રીતે મોત નિપજીયું હતું.ત્યારે ગાંધીનગર ખાતે મોત નિપજીયું હોવાનું સૂત્રો પાસે થી જાણવા મળી રહ્યું હતું.તેવા આ સંજોગોમાં તેમનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોય તેવી ચર્ચા એ જોર પકડીયું હતું.

પરંતુ આ મામલે પોલીસ તપાસ કરવામાં આવતા તેમનું જે સ્થળે થી તેમની ડેડબોડી મળી આવી હતી તે હોટલ ના રૂમની આજુબાજુની જગ્યાઓમાંથી એક સુસાઈડ નોટ પણ મળી છે. ત્યારે આ સુસાઇડ નોટના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના કોળી સમાજનો માથું ગણાતા અને ચોટીલા વિધાનસભાના ભાજપના ઉમેદવાર રહી ચૂકેલા ઝીણાભાઈ તેના મૃત્યુના કારણે સમગ્ર કોળી સમાજમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

ત્યારે આ મામલે પોલીસ તપાસનો દોર યથાવત કરવામાં આવતા આજે સવારે પોલીસ દ્વારા વધુ ખુલાસાઓ બહાર કાઢવામાં આવ્યા છે જેમાં ઝીણાભાઈ પોતે ઉઘરાણી માટે ગાંધીનગર ગયા હતા અને ત્યાંથી નામના યુવકને મળ્યા હતા થોડા સમય પહેલાં ઝીણાભાઈ દ્વારા આ શામજી નામના યુવકને 20 લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાનું સુસાઇડ નોટમાં ખુલાસો થવા પામ્યો છે અને આ 20 લાખ રૂપિયા શામજી નામના શખ્સ દ્વારા પરત ન કરવામાં આવતાં ઝીણાભાઈ એ ગાંધીનગર ખાતે આવેલી હોટેલમાં જેરી દવા પી અને આત્મહત્યા કરી લીધી હોવાનું ખુલાસો પોલીસ તપાસમાં થવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં પોલીસ દ્વારા આ મામલે વધુ આગળ તપાસ હાથ ધરવામાં આવી છે સુસાઇડ નોટમાં જે 20 લાખ રૂપિયા શામજી નામના શખ્સ દ્વારા પરત કરવામાં ન આવતા આ પગલુ ભર્યુ હોવાનો ઉલ્લેખ ઝીણાભાઈ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે હાલમાં આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી અને આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસો કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

ત્યારે સુરેન્દ્રનગર ચોટીલા માં કોળી સમાજ નું માથું ગણાતા અને ભાજપના કાર્યકર્તા તરીકે અને ચોટીલા પંથકમાં વિધાનસભાની ચૂંટણી પણ લડેલા ઝીણાભાઈના અવસાન બાદ ભાજપ પક્ષે પણ મોટી ખોટ પડી છે અને કોળી સમાજમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે મોતનું સાચુ કારણ હવે પોલીસ તપાસ બાદ સામે આવ્યું છે પોતે આત્મહત્યા કરી લીધી હોવાનું પણ પોલીસ તપાસની કામગીરી બાદ જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.