Abtak Media Google News

ક્લીન ઇન્ડિયા 2021 અભિયાન અન્વયે ગોંડલ ખાતે વેરી તળાવ પર  ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ અને તન્ના સ્કૂલ ગોંડલ ના સયુંકત ઉપક્રમે ધોરણ 11 ના 70 વિદ્યાર્થીઓ 10 શિક્ષકો અને ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના 8 સભ્યો દ્વારા ગોંડલ ના રળિયામણા વેરી તળાવ પરથી 250 કિલો પ્લાસ્ટિક નો કચરો એકત્ર કરવામાં  આવ્યો હતો.

આ તકે પ્રખ્યાત દાવત બેવરેજીસ દ્વારા  આ સ્વચ્છતા અભિયાન માં જોડાયેલ તમામ વિદ્યાર્થીઓને શિક્ષકોને ઠંડા જ્યુસની વ્યવસ્થા કરવામાં આવેલ તેમજ સ્વચ્છતા અભિયાન માં સહયોગ આપેલ હતો.

ક્લીન ઇન્ડિયા 2021 મુવમેન્ટ ગોંડલને સફળ બનાવવામાં પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે,મધુભાઈ તન્ના,શાળા ના શિક્ષકો,નિખિલ પેથાની,કિશન ઉછડીયા તેમજ દાવત બેવરેજીસ ના ચંદુભાઈ ખાનપરા એ જહેમત ઉઠાવી હતી…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.