Abtak Media Google News

ભરૂચના હવસખોરે દુષ્કર્મ આચરી યુવતીને દગો દેતા નોંધાતો ગુનો

ગોંડલમાં રહેતી યુવતીને ભરૂચના મંગેતરે દુષ્કર્મનો શિકાર બનાવી સગાઈ તોડી નાખી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં હવસખોરે દુષ્કર્મ ગુજારી યુવતીને દગો દઈ દેતા દુષ્કર્મનો ગુનો નોંધાતા પોલીસે નરાધમની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં રહેતી યુવતી સાથે ભરૂચના મોલેશ રામલાલ રાજપૂત નામના શખ્સે સગાઈ કરી હતી. ત્યાર બાદ મોલેશ અવારનવાર આટો મારવા માટે ગોંડલ આવતો હતો અને પોતાની મંગેતરને ભરૂચ પણ ઘરે બોલાવતો હતો.

તે દરમિયાન મોલેષ અવારનવાર પોતાની મંગેતરને હવે આપણે પતિ-પત્ની જ કહેવાય ટૂંક સમયમાં આપણા લગ્ન થવાના છે.

તેવી વાતે વિશ્વાસમાં લઈ યુવતીને હવસનો શિકાર બનાવતો હતો. અનેક વખત દુષ્કર્મ ગુજાર્યા બાદ નરાધમે યુવતી સાથે એકાએક સગાઈ તોડી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ભરૂચના મોલેશ સામે દુષ્કર્મનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.