Abtak Media Google News

ગોંડલના રાજાશાહીયુગના બે બ્રીજ મુદ્દે થયેલ પીટીશનમાં મ્યુનિસિપાલીટી કમિશ્નરએ નગરપાલિકા સતાધીશોને સભ્ય પદેથી દુર કેમ ન કરવા અંગેની કારણદર્શક નોટીસ પાઠવતા પાલિકા કચેરીમાં અને રાજકીય અગ્રણીઓમાં ચકચાર મચી જવા પામી છે.

ગોંડલ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ ભાવનાબેન રૈયાણી તત્કાલીન કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા વર્તમાન પ્રમુખ મનીષભાઈ ચનીયારા અને કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાને નગર પાલિકા અધિનિયમ કલમ 37 (1) હેઠળ પગલાં લઈ તમોને સભ્યપદેથી દુર કેમ ન કરવા અંગેની કારણદર્શક નોટિસ મ્યુનિસિપાલીટી કમિશ્નર ગાંધીનગરએ પાઠવી છે. સોપેલ તપાસના અહેવાલમાં ક્ષતિ ધ્યાને આવેલ હોય બન્ને બ્રીજ બંધ કરવાની સુચના તેમજ વૈકિલ્પક રસ્તા અન્યવે જરૂરી સર્વે કરવો,

ચીફ ઓફીસર દ્વારા હાઈકોર્ટમાં થયેલ પી.આઈ.એલ.તથા ટેકનિકલ કમીટી રીપોર્ટ અન્વયે એન્જિનિયર રીપોર્ટને ધ્યાનમાં રાખી બ્રીજ બંધ કરવા વૈકલ્પિક ડાયવઝેન તેમજ  રીપેરીંગ,નવા બનાવવા નિણર્ય અર્થે ગોંડલનગર પાલિકા પ્રમુખ તેમજ કારોબારી ચેરમેનના વંચાણે રજુ કરેલ સુરેશ્ર્વર ચોકડીવાળો માર્ગ પંચાયત હસ્તકત હોય ચોમાસા દરમિયાન કોઝવે પર પાણીના પ્રવાહને લઈને અકસ્માત અને જાનહાનિ થવાની પૂરી શકયતાઓ રહે છે.હોવાનુ જણાવેલ હતું. બન્ને બ્રીજનુ બાંધકામ મોરબી બ્રીજથી અલગ પ્રકારનું હોય બ્રીજ તુટે અને જાનહાનિ થાય તેવી સંભાવના નહીવત હોય બન્ને બ્રીજ વૈકલ્પિક આયોજન રસ્તાની સાપેક્ષમાં ઓછા અકસ્માત ભયવાળા હોય ચોમાસાની ઋતુ પુરી ન થાય ત્યાં સુધી બ્રીજ ભારે વાહનો માટે બંધ કરવા જનહિત માં જરૂરી જણાતા નથી તેમજ ચોમાસાની ઋતુમાં બ્રીજનું રીપેરીંગ કાર્ય શક્ય ન હોય તાત્કાલિક વેજીટેશન હટાવવાની કાર્યવાહી કરવી ચોમાસાની ઋતુ બાદ રીપેરીંગ અથવા તો નવા બનાવવા માટે પ્લાન અંદાજો તૈયાર કરી સરકારના વખતો વખતની સુચના મુજબ આ કામગીરી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના માર્ગદર્શન નીચે કરવી તેવી સુચનાઓ આપતાં ચીફ ઓફીસર દ્વારા હાઈકોર્ટમાં એફીડેવીટથી જાણ કરવામાં આવી હતી.જે ટેકનિકલ રીપોર્ટ અને સર્વેનો અભ્યાસ કરી પૂર્વ પ્રમુખ પૂર્વ કારોબારી ચેરમેનની જવાબદારી હોવાની જણાઈ આવે છે.

જેમની મુદત પૂર્ણ થતાં વર્તમાન પ્રમુખ તા.14/9/ અને કારોબારી ચેરમેન તા.26/9 થી ચુટાયેલ હોય ટેકનિકલ કમીટી દ્વારા આપેલ સુચના તેમજ હાઈકોર્ટના ઓરલ ઓર્ડરથી અવગત હોવા છતાં કોઈ કાર્યવાહી કરેલ હોવાનું જણાઈ આવતું નથી જે ગંભીર પ્રકારની બેદરકારી જણાઈ આવે છે.જેથી તેઓની પણ જવાબદારી થાય છે. તેવા પ્રકારની નોટિસ આપી નગર પાલિકા અધિનિયમ કલમ 37-(1) હેઠળ પગલાં લઈ તમોને સભ્યપદેથી દુર કેમ ન કરવા ? તેવી કારણદર્શક નોટીસ પાઠવી તા.7/12 ના રોજ બપોરે 12 કલાકે કમિશ્નર મ્યુનિસિપાલીટી ગાંધીનગર ખાતે સુનાવણી સમયે અધિકૃત અથવા પ્રતિનિધિ દ્વારા રજૂઆત કરવા માંગતા હોય તો રજૂઆત કરવાનું જણાવવામાં આવ્યું હતું. નિયત મુદતે હાજર રહીને જો કોઈ જવાબ કરવામાં નહી આવે તો આ અંગે આપને કંઈ કહેવાનું નથી તેમ માનીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવા પ્રકારની નોટિસ મળતા પાલિકાકચેરીમાં અને રાજકીય અગ્રણીઓમાં ચકચાર મચી જવા પામી છે.

બીજી તરફ નગરપાલિકા ચિફઓફિસર અશ્ર્વિન વ્યાસના જણાવ્યા મુજબ હાઈકોર્ટ દ્વારા બંને પૂલ અંગે હાઈકોર્ટે પૂલના રીપેરીંગ અંગે પણ વધુ ગાઈડ લાઈન આપેલ છે.જેમાં હાઈકોર્ટ દ્વારા વધુમાં જણાવેલ છે કે બંને પુલો રાજાશાહી વખતના હેરિટેજ પૂલો હોવાથી તેમનુ રીપેરીંગ કાર્ય આર્કોલોજીસ્ટ એક્સપર્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તેવું વધુમાં જણાવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.