Abtak Media Google News

ઓવર ડિફેન્સિવ રમતના પગલે ઇંગ્લેન્ડ નો પાંચ વિકેટે પરાજય

આઈસીસી ટી-૨૦ વિશ્વ કપ નો પ્રથમ સેમિફાઇનલ મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયો હતો જેમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે બેટિંગ કરવા આવેલી ઇંગ્લેન્ડની ટીમે એક તો ૧૬૬ રન બનાવ્યા હતા.  ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર  મોઈન અલીએ  ૩૭ બોલમાં ૩ ચોગ્ગા અને બે છગ્ગા સાથેના ૫૧ રન અને મલાનના ૪૧ રનની મદદથી ચાર વિકેટે ૧૬૬ રન કર્યા હતા.

ઓપનર બટલરે ૨૯ રન નોંધાવ્યા હતા. બીજી તરફ ન્યૂઝીલેન્ડ ટીમના વિસ્ફોટક બોલર ટ્રેન્ટ બોલ્ટ સેમિફાઇનલમાં ખુબજ ખર્ચાળ સાબિત થયો હતો જેને  ૪ ઓવરમાં ૪૦ રન આપ્યા હતા અને તેને એક પણ વિકેટ મળી નહતી. બીજી તરફ ન્યુઝીલેન્ડ તરફથી સાઉથી,મિલ્ને, સોઢી અને નીશમે ૧-૧ વિકેટ ઝડપી હતી.

ન્યૂઝીલેન્ડની ટીમ જ્યારે ફાઈનલમાં પ્રવેશ કરવા માટે ૧૬૭ રનના લક્ષ્યાંકનો પીછો કરવા જ્યારે મેદાને ઉતરી ત્યારે ઇંગ્લેન્ડના બોલરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કિવિઝની પ્રથમ બે વિકેટ માત્ર 13 રનમાં જ પાડી દીધી હતી. ત્યારબાદ બેટ્સમેનો દ્વારા સંતુલિત રમતના પગલે ટીમ જ્યારે ૧૦૭ અને પહોંચી છે તે સમયે વધુ બે વિકેટ પડી હતી એક સમયે લાગતું હતું કે ન્યૂઝીલેન્ડની ટીમ કદાચ સેમિ ફાઇનલમાં જીતી નહીં શકે પરંતુ ટીમના ખેલાડી જીમી નીસમે 11 બોલમાં ૨૭ રનની તોફાની રમત રમી ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં પ્રવેશવા માટેની દાવેદારી બનાવી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી સર્વાધિક 72 રન મીંચેલે નોંધાવ્યા હતા જ્યારે કોનવેએ 46 રનનું યોગદાન આપ્યું હતું. તરફથી ક્રિસ વૉક્સ અને લિવિંગસ્ટને 2-2 વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડની હારની પાછળનું મુખ્ય કારણ તેમની over ડિફેન્સિવ રમત પણ છે જેનું મુખ્ય કારણ એ છે કે તેમના કોઈ પણ ખેલાડી મુક્ત મને રમી શક્યા ન હતા અને સતત પ્રેશરની અનુભૂતિ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.