Abtak Media Google News

ચાલુ નાણાકીય વર્ષમાં પણ બોર્ડ દ્વારા ૧૨ કરોડથી પણ વધુનું રિફંડ ચૂકવાયું છે

આવકવેરા વિભાગ પોતાના કરદાતાઓને સાનુકૂળતા મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેતું હોય છે આ તકે જે રીતે રિફંડ ના પ્રશ્નો ઉદભવી થતા હતા તેને ધ્યાને લઇ લોકો દ્વારા હરીપર પ્રક્રિયા વધુ તેજ કરવામાં આવી હતી પરિણામે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષ  એટલે સીબીડીટીએ  ૧.૧૫ લાખ કરોડ રૂપિયાનું ફંડ 98 લાખ કરદાતાઓને આપ્યું છે જે ખૂબ જ સારી વાત છે. એટલું જ નહીં ચાલુ નાણાકીય વર્ષમાં પણ બાર હજારથી વધુનું રિફંડ આપવામાં આવેલું છે.

સીબીડીટીએ આંકડો જાહેર કરતા જણાવ્યું હતું કે વ્યક્તિગત ઇન્કમટેક્સ રિફંડ પેટે 36,000 કરોડ 97.12 લાખ કરદાતાઓને આપવામાં આવ્યા છે.  જ્યારે કોર્પોરેટ ટેક્સ રિફંડ પેટે 79917 કરોડ રૂપિયા 1.77 લાખ કેસમાં આપવામાં આવ્યા છે. આંકડાકીય જો માહિતી લેવામાં આવે તો પેલી એપ્રિલ 2021 થી 8 નવેમ્બર 2021 સુધીમાં કુલ આઇટી રિફંડ ૧.૧૫ લાખ કરોડે પહોંચ્યું છે જેનો લાભ 98.90 લાખ  કરદાતાઓને મળ્યો છે.

સીબીડીટી સતત એ વાતનો પ્રયત્ન કરતાં રહે છે જેથી કરદાતાઓને કોઈપણ પ્રકારની અગવડતા નો સામનો ન કરવો પડે અને તેઓ યોગ્ય રીતે પોતાનું ઘર ભરી શકે જો કરવામાં નિયમિતતા રાખવામાં આવશે તો સરકાર તેનું રિફંડ પણ ખૂબ સરળતાથી આપી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.