Abtak Media Google News

ડેથ ગેમ બ્લૂ વ્હેલનો ખૌફ યથાવત જ છે જેનું સૌથી ગંભીર ઉદાહરણ છત્તીસગઢમાં જોવા મળ્યું છે, જયાં 36 બાળકોને બ્લૂ વ્હેલની ચેલેન્જમાં ફંસાઈને પોતાના હાથના કાંડા પર કટ મૂક્યાં છે. ગુરૂવારે પોલીસે બાલોદના સ્કૂલમાં 6 વિદ્યાર્થીઓને બ્લૂ વ્હેલ ગેમ રમતા પકડ્યા હતા. તો દંતેવાડાના સ્કૂલ પ્રિન્સિપાલે વરિષ્ઠ અધિકારીઓને લખેલા એક પત્રમાં જણાવ્યું કે 30 વિદ્યાર્થીઓના કાંડા પર કટના નિશાન મળ્યાં છે. આ તમામ લોકો ખતરનાક ઓનલાઈન ગેમ રમે છે. તો હિમાચલ પ્રદેશમાં ગેમ ખેલી રહેલાં 10 વર્ષના સ્ટૂડન્ટે આત્મહત્યા કરી લીધી છે. તેને સુસાઈડમાં લખ્યું છે કે, “એક પઝલ સોલ્વના કરવાથી તે પોતાનો જીવ આપી રહ્યો છે.”એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણતાં કેટલાંક વિદ્યાર્થીઓ બ્લૂ વ્હેલ ગેમ રમે છે. પોલીસ જ્યારે ત્યાં પહોંચી તો બધાં જ ભાગી ગયા હતા. આ બાબતની જાણકારી તેમના વાલીઓને આપવામાં આવી છે. સાથે પોલીસે તપાસ માટે મોબાઈલ જપ્ત કરી લીધા છે.” તમામ 8-10 ધોરણમાં અભ્યાસ કરી રહ્યાં છે. કેટલાંક બાળકોના કાંડા પર ક્રોસ બનેલું છે તો કોઈના કાંડા પર લાઈન દોરેલી છે. કેટલાંકના ઈજાઓના નિશાન તો હજુ સુકાયાં પણ નથી.ત્યારે આ વિદ્યાર્થીઓ બ્લૂ વ્હેલ ગેમ રમે છે કે આ નિશાન કોઈક અન્ય વસ્તુ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.”ત્યારે વિધાર્થી સાથે વાત કરતાં જણાવ્યું કેઇ મિત્રો પાસેથી પડકાર મળ્યો તો કાંડુ કાપ્યું અમે આર્થિક રીતે નબળા છીએ, અમને કહેવામાં આવ્યું કે આવું કરવાથી પૈસાદાર થઈ જવાશે. પિતા શરાબ પીવે છે, મેં સાંભળ્યું હતું કે આવું કરવાથી ખરાબ આદતો છૂટી જાય છે. બીજાએ કહ્યું કે મિત્રો પાસેથી મળેલી ચેલેન્જના કારણે તેને પોતાના હાથ પર ક્રોસ બનાવ્યું હતું.” છેલ્લાં 7 દિવસમાં છત્તીસગઢના જશપુરમાં 25 હજારથી વધુ લોકોએ બ્લૂ વ્હેલ ગેમ સર્ચ કરી છે. ગુગલ ટ્રેન્ડના તાજા રિપોર્ટ મુજબ આ ગેમ વિશ્વભરમાંથી ભારતમાં સૌથી વધુ સર્ચ થઈ રહી છે. નોર્થ રાજ્ય મણિપુર, નાગાલેન્ડ, મેઘાલય, કેરળ અને ઝારખંડમાં આ ગેમનું સૌથી વધુ સર્ચ અને ડાઉનલોડ કરવામાં આવી રહી છે. વિશ્વમાં જે 50 શહેરોમાં આ ગેમનું સૌથી વધુ સર્ચ થયું છે તેમાં ભારતના 30 શહેરો છે.આ ટ્રેપમાં માસૂમ બાળકો સહેલાયથી ફંસાય જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.