Abtak Media Google News

પરણિત મહારાષ્ટ્રના શખ્સની પ્રથમ પત્ની રિસામણે ગઈ હોય સગીરાને પત્ની તરીકે ખૂબ સારી રીતે રાખશે તેવું જણાવી વારંવાર સગીરાનો દેહ અભળાવતો રહ્યો

ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે મજૂરીકામ કરતા મહારાષ્ટ્રીયન પરિવારની સગીરાને પરીવાર ના પરીચીત શખ્સે લગ્નની લાલચ આપી મેંદરડા ભગાડી લઇ જઇ અનેકવાર દુષ્કર્મ આચરતા પરિવાર દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે છેલ્લા બે વર્ષથી ખેત મજુરી કામ કરી રહેલ મહારાષ્ટ્રીયન પરિવારની સગીર વયની પુત્રીને પરીવાર સાથે ઘરોબો ધરાવતા પરણિત એવા અર્જુન ભરતભાઈ ઠાકરે રહે ધરાવિપુર જિલ્લો નંદુરબાર હાલ બરવાળા એ લગ્નની લાલચ આપી મેંદરડા તાલુકાના બરવાળા ગામે લઇ જઇ ઝોપડી માં રાખી અનેકવાર દુષ્કર્મ ગુજાર્યુ હતુ.

અર્જુન ની પત્નિ રિસામણે હોય સગીરા ને પત્નિ તરીકે રાખવા ની લાલચ આપી ભોળવી હતી.બનાવ અંગે જાણ થતા પરિવાર દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ 376 363 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.