Abtak Media Google News

છેલ્લાં ઘણાં સમયથી દેશના ટોચના ઉધોગપતિઓ વચ્ચે ચાલી રહેલા બિલિયનરી બોસના ઉતાર ચઢાવમાં અંતે અદાણીએ અંબાણીને ટક્કર આપી દીધી છે. ગૌતમ અદાણીએ મુકેશ અંબાણી પાસેથી એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો ખિતાબ છીનવી લીઈ પોતે નંબર વન શ્રીમંત બની ગયા છે..!!

પીઢ ભારતીય ઉદ્યોગપતિ અને અદાણી જૂથના સ્થાપક ગૌતમ અદાણી માત્ર ભારત જ નહીં સંપૂર્ણ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક મુકેશ અંબાણીને પછાડીને આ ઊંચાઈ હાંસલ કરી છે. શેરબજારમાં આવેલી શાનદાર તેજીને કારણે અદાણી ગ્રૂપની માર્કેટ મૂડી રિલાયન્સ કરતાં વધી ગઈ છે. ગ્રુપ માર્કેટ કેપના આધારે અને તાજેતરમાં રિલાયન્સના શેરમાં કડાકો બોલતા અદાણીએ આ વર્ચસ્વ સ્થાપિત કર્યુ છે.

ગૌતમ અદાણી કમાણીના મામલામાં વિશ્વમાં ત્રીજા ક્રમે

છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં રૂ. 3,65,700 કરોડનો વધારો થયો છે. જે પ્રતિદિન રૂ.1002 કરોડનો વધારો છે. આ વર્ષે અત્યાર સુધીની કમાણીની વાત કરીએ તો અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી હવે અબજોપતિઓમાં ત્રીજા નંબરે પહોંચી ગયા છે. તેણે એશિયાના સૌથી મોટા અમીર મુકેશ અંબાણી સહિત વિશ્વના મોટા ધનિકોને પણ પાછળ છોડી દીધા છે. આ વર્ષે અદાણીની સંપત્તિમાં $52 બિલિયનનો વધારો થયો છે. હવે માત્ર એલન મસ્ક અને બર્નાર્ડ આર્નોલ્ટ અદાણીથી આગળ છે અદાણીએ માર્ક ઝકરબર્ગ, જેફ બેઝોસ, સ્ટીવ વોલ્મર, લેરી એલિસન, વોરેન બફેટ જેવા ટોપ-10 અબજોપતિઓને પાછળ છોડી દીધા છે.

અદાણીની નેટવર્થ US $8,020 મિલિયન

ગૌતમ અદાણીની સંપત્તિની વાત કરીએ તો 1 વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિ 261% વધીને ₹5,05,900 કરોડ થઈ ગઈ છે. ફોર્બ્સ અનુસાર, અદાણીની કુલ સંપત્તિ US $8,020 મિલિયન છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2021માં પણ ગૌતમ અદાણી દેશના સૌથી ધનિક લોકોની યાદીમાં બે સ્થાનની છલાંગ લગાવી છે. આજની સંપત્તિની તેજી પછી તે દેશના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.