Abtak Media Google News

કાઇભેર કાશીના ‘રક્ષક’ આઠમ તીથી શિવ-શકિતની શ્રેષ્ઠ તિથિ, ભગવાન શિવજીએ કાળભૈરવને કાશીના કોતવાળ બનાવ્યા, દરેક તકલીફ ભૈરવની પૂજાથી દુર થાય

કાશીના કારતક મહિનાના વદ પક્ષની આઠમ તિથીએ બાબા ભૈરવની જન્મજયંતિ એટલે કે પ્રાગટય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે રાજકોટના જયુબેલી બાગ ખાતે આવેલ શનિમંદિર ખાતે આઠમ અને શનિવારનો સંગમ હોવાથી લોકો પૂજા અર્ચના માટે બહોળી સંખ્યામાં જોવા મળ્યા ત્યારે લોકો વિવિધ રીતે ઘર કંકાસ અને મનનો ડર દુર કરવા કાલ ભૈરવની પૂજા કરતાં હોય છે.

ત્યારે આકાડાની માળા, કાળી ચુંદડી, દીવો પ્રગટાવી લોકો પૂજા અર્ચના કરે છે આ તકે જરુરીયાત મંદ લોકોને ધાબળો કે ઉનના કપડાનું દાન કરવું એ જ ભૈરવની ઉપાસના છે અને તેનાથી ગ્રહ દોષ પણ દૂર થાય છે.

કાલભૈરવની પૂજાથી મનનો ડર અને ઘર કંકાસ દુર

મંદિરના પૂજારી રમેશભાઇ ત્રિવેદીએ કાલ ભૈરવ જયંતિનું મહત્વ સમજાવવા કહ્યુ: હતું કે આજે શનિવાર અને કાલભૈરવ આઠમનો અનેરો સંગમ જોવા મળ્યો છે. સામાન્ય શનિવારના દિવસ પણ લોકોનું ઘોડાપુર ઉમટયુ હતું અને લોકો કાલ ભૈરવની પૂજા દરમિયાન કાળુ કપડુ, આકડાના ફૂલની માળા, દિવો કરી પૂજા અર્ચના કરે છે ત્યારે ભૈરવની પૂજા કરવાથી ઘર કંકાસ પણ દૂર થાય છે. આ ઉપરાંત કોઇપણ શરીર પીડાથી પણ મુકિત મળે છે અને ભૈરવ એ મહાદેવનો જ એક અંશ છે. ભૈરવને લઇને લોકોની ઘણી માન્યતા ખોટી છે ત્યારે કાલ ભૈરવ લોકોની રક્ષા માટે જ છે. ત્યારે કાલ ભૈરવ જયંતિના દિવસે પૂજા કરવાથી લોકોના મનના કર દૂર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.