Abtak Media Google News

1 માસ પૂર્વે નાગરિક બેંકમાંથી મેનેજરે 60 લાખની ઉચાપત કરી ‘તી: 1.20 કરોડ લેવા જતા ઠગાઈનો ભોગ બન્યા ‘તા

ક્રાઈમ બ્રાંચે કુવાડવા રોડ પરથી ત્રણની ધરપકડ કરી રોકડા 10 લાખ અને કાર મળી રૂ.18.80 લાખનો મુદામાલ કબ્જે કર્યો

અગાઉ બેંક મેનેજર સહિત ત્રણ ઝડપોયા ‘તા: ધરપકડ આંક સાત: ચારની શોધખોળ

શહેરના કાલાવાડ રોડ પર કોટેચા ચોક પાસે આવેલા નાગરિક સહકારી બેંકના ડેપ્યુટીચીફ મેનેજરે એકના ડબલ કરવાની લાલચમાં રૂ.60 લાખ ગુમાવ્યાની સાથે નોકરી ગુમાવવાની ઘટનામાં ક્રાઈમ બ્રાંચે કુવાડવા રોડ પરથી ગેડીયા ગેંગના ત્રણ સાગ્રીતની ધરપકડ કરી રોકડા 10 લાખ અને કાર મળી રૂ.18.80 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. બેંક સાથે 60 લાખની છેતરપીંડીના ગુનામાં બેંકના કર્મચારી સહિત ત્રણની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી હતી.જયારે અત્યાર સુધીમાં ધરપકડનો આંક સાત પર પહોચ્યો છે. જયારે આ ગુનામાં મદદગારી કરનાર ચાર શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલા કોટેચા ચોક નજીક રાજકોટ સરકારી નાગરીક બેંકના ચીફ મેનેજર તરીકે નોકરી કરતા રવિ દિલીપ જોષી નાના વિપ્ર યુવક મેઈન બાંચમાંથી રૂ.60 લાખ રોકડા મંગાવી છેતરપીંડી કર્યાની માલવીયાનગર પોલીસ મથકમાં બેંકના ઓફીસરે ફરિયાદ નોંધાવી હતી.

માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે રવિ દિલીપ જોષી, તેના મિત્ર ભવ્યેશ ભોગીલાલ માંડાણી અને ગાંધીનગરના દેવાંગ નટવરલાલ પટેલની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ તેની સાથે જનક ઘનશ્યામ પટેલ, સાગર ઉર્ફે સુધીર જાની અને રોકેશ ઉર્ફે મયંક દરજી અને કામાં આવેલા ચાર શખ્સો દ્વારા એકના ડબલ કરવાની લાલચ આપી અમદાવાદ હાઈવે પર આવેલી બાલકૃષ્ણ હોટલ પાસે ભવ્યેશ માંડાણી અને રવિ જોષીને બોલાવી કારમાં 60 લાખની રોકડ ભરેલા થેલો મૂકાવી અને રોંગ સાઈડમાં પડેલ કારમાં 1.20 કરોડ પડયા છે.તેમ કહી કાર લઈને સાહીરખાન ભવ્યેશ માંડાણીને ધકકોમારી કાર લઈને નાશી ગયો હતો.

સાહીરખાને પોતાના ગામ પાસે જઈ અને પોતાના ભાગે 11 લાખ કાઢી લઈ અને બાકીની રકમ જનક પટેલને ફોન કરીતેના કહેવા મુજબ વિરમગામ નજીક સોખલીગામે સાગરને આપી દીધાનું ખૂલ્યું હતુ.આ ગુનાની ગંભીરતા લઈ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી હતી પી.આઈ.વી.કે.ગઢવી અને પી.એસ.આઈ પી.એમ. ધાખડા અને યુબી જોગરાણા સહિતના સ્ટાફે તપાસનો દૌર સંભાળ્યો હતો.ક્રાઇમ બ્રાંચે ટેકની સોર્સ અને બાતમીદારના આધારે ગુનાનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ આદર્યો હતો.

ત્યારે માલવણ પંથકના સાહીર ખાન નસીબ ખાન મલેક, દાઉદ સલીમ મોવર અને રશીદખાન મહમદખાન મલેક નામના શખ્સો જીજે 13 એએચ 2416 નંબરની ક્રેશ કારમાં કુવાડવા ગામ તરફ આવી રહ્યાની મળેલી બાતમીના આધારે સ્ટાફે ઉપરોકત ત્રણેયને ઝડપી લઇ રોકડા 10 લાખ અને કાર મળી રૂ. 18.80 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.ઝડપાયેલી ત્રિપુટીની પ્રાથમિક પુછપરછ નજક પટેલ અને સુધીર ઉર્ફે સાગર જાનીની બન્ને મિત્રો હોય અને તેની મદદથી એકના ડબલ કરવાનો પ્લાન ઘડી જનક પટેલે તેના મિત્ર આરોપી સાહીરખાન મલેકની મદદ લઇ અને રૂપિયા લેવા માટે સાહીરખાનને તૈયાર કરી બેંક મેનેજર રવિ જોશી અને ભવ્યેશ માંડાણીને શિકાર બનાવવાનું કાવત્રુ રચ્યાની કબુલાત આપી હતી.

ઝડપાડેલો  સાહીરખાન સામે હથિયાર અને જેલ અધિનિયમનો દાઉદ સામે ચોરી, સહીત ત્રણ અને રસીદખાન ઉર્ફે રાસુ મલેક સામે છેતરપીંડીના ગુના નોંધાયા છે.જયારે આ ગુનામાં નાશતા ફરતા તાલોદના જનક પટેલ, ગાંધીનગરના સુધીર ઉર્ફે સાગર પાટણના રાકેશ ઉર્ફે મંયક દરજી અને સુરેન્દ્રનગરના ઇકબાલ ઇસા બાબરીયા ની શોધખોળ હાથ ધરી છે. આ ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલ તેમજ અન્ય કોઇને શિકાર બનાવ્યા તે મુદ્દે વધુ તપાસ માટે ઝડપાયેલ ત્રિપુટીની રીમાન્ડ મેળવવા શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.